For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના અબજો પાણીમાં, એક વર્ષમાં 4.23 લાખ ફરિયાદો

05:48 PM Jan 02, 2025 IST | Bhumika
મનપાના અબજો પાણીમાં  એક વર્ષમાં 4 23 લાખ ફરિયાદો

વોર્ડવાઈઝ ઝોનલ કોન્ટ્રાક્ટ છતાં ડ્રેનેજની અને ગંદકીની 2.88 લાખ ફરિયાદો સૌથી વધુ

Advertisement

કોલ સેન્ટરો અને ઝોનલ કોન્ટ્રાક્ટરોના સંકલનના અભાવે શહેરીજનોની સ્થિતિ દયનીય

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા લોકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે વોટ્સએપ ગ્રુપ ફરિયાદ તેમજ સિવિક સેન્ટર અને અન્ય સ્થળે પણ ફરિયાદો માટેની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેની સામે દરેક વોર્ડમાં ઝોનલ કોન્ટ્રાક્ટરો દ્વારા ફરિયાદોના નિવારણ કરતી વખતે બેદરકારી દાખવતી હોવાથી એક વખત ઉઠેલી ફરિયાદ ફરી વખત ટુંક સમયમાં ઉઠતી હોય છે. જેના લીધે વર્ષ 2024 દરમિયાન એક વર્ષમાં 4.23 લાખથી વધુ અલગ અલગની ફરિયાદો મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગો દ્વારા નોંધવામાં આવી છે. જે તમામનું નિરાકરણ થયાનું પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. છતાં વર્ષે થતાં ઝોનલ કોન્ટ્રાક્ટના અબજો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ સેવાઓમાં વિલફંબ આવે અથવા અન્ય કારણોસર લોકો ફરિયાદો કરી શકે તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં અલગ અલગ પ્રકારની 4.23 લાખ ફરિયાદો મનપાના ચોપડે નોંધાઈ છે.
દરેક વિભાગની કામગીરી માટે કોર્પોરેશને વોર્ડવાઈઝ તેમજ વિસ્તારવાઈઝ ઝોનલ કોન્ટ્રાક્ટરોની નિમણુંક કરી છે. છતાં આ વર્ષે પણ ડ્રેનેજ અને ગંદકીની 98 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ છે. ત્યારે સ્માર્ટસીટી અને સ્વચ્છ સીટીની કેટેગરીમાં ટોપટેનમાં સ્થાન મેળવવા માગતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન ગટર ઉભરાવવાની તેમજ ડ્રેનેજ ચોકઅપ થવાની 2.34 લાખ ફરિયાદો નોંધાઈ છે. જ્યારે ગંદકી તેમજ કચરાને લગતી 43,133 ફરિયાદો મનપાના ચોપડે નોંધાઈ છે.

શહેરીજનો દ્વારા કરવામાં આવતી ફરિયાદો બાદ તંત્ર દ્વારા નિરાકરણ થઈ ગયાના મેસેજ ફરિયાદ કરનારને મળતા હોય છે. પરંતુ લોકોની એક ફરિયાદ કાયમી રહેવા પામી છે તે અનેક કિસ્સાઓમાં ફરિયાદ કર્યા બાદ તેનું નિરાકરણ ન થયું હોય છતાં તંત્ર દ્વારા ઓકેનો મેસેજ આવી જતો હોય છે જેના માટે અરજદારે ફરી વખત એકના એક કામની બીજી વખત ફરિયાદ કરવી પડતી હોય છે જેની સામે તંત્ર દ્વારા પણ ફરિયાદ આવ્યા બાદ જે તે વિસ્તારના ઝોનલ કોન્ટ્રાક્ટરને આ ફરિયાદ ફોરવડ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર દદ્વારા ફરિયાદનું નિરાકરણ થઈ ગયાનો મેસેજ તંત્રને મળ્યા બાદ તેઓ અરજદારને મેસેજ કરતા હોય છે.

આમ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકો હવે ફરિયાદ કરવાનું ટાળી પૈસા ખર્ચી ખાનગી એજન્સી મારફત કામ કરાવતા હોવાનો પણ જાણવા મળેલ છે. છતાં કોલસેન્ટરામં 12 મહિનામાં 4.23 લાખ ફરિયાદો ઉઠવા પામી છે. જેના લીધે ડ્રેનેજ અને પીવાના પાણી તથા ગંદકી બાબતે તંત્ર દ્વારા વધુ બે દરકારી દાખવતી હોવાનું બહાર આવ્યું છે.

સૌથી વધુ ફરિયાદો વાળા વિભાગ
બાંધકામ વિભાગ 13950
મરેલા પશુઓ માટે 170
ડ્રેનેજ ચોકઅપ 233732
ડ્રેનેજ મેઈન હોલ 18742
ગાર્ડન 4524
ઓનલાઈન પેમેન્ટની 1344
રોશની વિભાગ 54259
કચરા માટે 43028
આરોગ્ય વિભાગ 3493
પીવાના પાણીની 27380

Advertisement
Tags :
Advertisement
Advertisement