For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના ખુદના 44 કરોડ, સરકારી કચેરીઓનો 138 કરોડનો વેરો બાકી

03:31 PM Mar 09, 2024 IST | Bhumika
મનપાના ખુદના 44 કરોડ  સરકારી કચેરીઓનો 138 કરોડનો વેરો બાકી
  • તમામ કચેરીઓને અપાતા પાણી વેરાના પણ 27.16 કરોડની ઉઘરાણી આજે પણ બાકી: મોટા ભાગની સરકારી કચેરીઓ ગ્રાન્ટ આધારિત હોવાના કારણે તેમજ પબ્લિક પ્રોપર્ટી હોવાથી કડક કાર્યવાહી થઈ શકતી નથી: તંત્ર લાચાર

રાજકોટ મહાનગર પાલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કત વેરાની આવકમાં દર વર્ષે ગાબડું પડી રહ્યું છે. શહેરનો વિસ્તાર વધતા મિલ્કતમાં પણ વધારોથઈ રહ્યો છે. જેની સામે વાર્ષિક લક્ષ્યાંક પણ વધતો હોય વર્ષના અંતે બે છેડા ભેગા થતાં નથી જેમાં અમુક મગરમચ્છ જેવા બાકીદારો ભાગ ભગવી રહ્યા છે અને બાકીની સરકારી મિલકતો દ્વારા મિલ્કત વેરો ન ભરી તેજુરીમાં ગાબડું પાડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષના આંકડા મુજબ ખુદ મહાનગરપાલિકાની તમામ કચેરીઓનો રૂા.44 કરોડ સહિત અલગ અલગ સરકારી કચેરીઓનો 138 કરોડનો વેરો આજે પણ બાકી છે. તેવી જ રીતે પાણી વેરાના 27.16 કરોડની ઉઘરાણી બાકી રહી જતાં તંત્ર લાચાર બની તમાશો જોઈ રહ્યું છે.

Advertisement

રાજકોટ શહેરમાં આવેલ 5.30 લાખ મિલ્કતો પૈકી અડધો અડધ મિલ્કત ધારકો રેગ્યુલર મિલ્કત વેરો ભરપાઈ કરતા નથી. વર્ષના પ્રારંભે વળતર યોજનાનો લાભ લઈ 2 લાખથી વધુ પ્રમાણિક કરદાતાઓ સમયસર વેરો ભરપાઈ કરી રહ્યા છે જેની સામે મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા આખુ વર્ષ બાકીદારો વિરૂધ્ધ મિલ્કત સિલીંગ અને જપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. છતાં જોઈએ તેવી અસર દેખાતી નથી. મનપાના બજેટમાં વાર્ષિક અંદાજ મુકવામાં આવે છે જેમાં દર વર્ષે ગાબડું જોવા મળી રહ્યું છે. મધ્યમ વર્ગીય પરિવાર સમયસર વેરો ભરપાઈ કરી રહ્યા છે તેની સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ કચેરીઓ દ્વરારા વેરો ભરપાઈ થતો નથી. આજ સુધીના આંકડા મુજબ ખુદ મહાનગરપાલિકાએ જ આજ સુધી પોતાની તમામ મિલકતનો વેરો ભરપાઈ કર્યો નથી જે રકમ 44.68 કરોડ થવા જાય છે. તેવી જ રીતે રેલવે, એસટી, પોલીસ વિભાગ, પોસ્ટ ઓફિસ સહિતની કચેરીઓની મિલ્કતનો વેરો પણ આજ સુધી ભરપાઈ થયો નથી. જે મુદ્દે વેરા વિભાગ જણાવી રહ્યું છે કે, મોટા ભાગની સરકારી કચેરીઓ પ્રજાની મિલ્કત હોય છે આથી રિકવરી ઝુંબેશ દરમિયાન આ પ્રકારની મિલ્કતો સીલ થઈ શકતી નથી અને જપ્તીની નોટીસ પણ અપાતી નથી. કારણ કે મોટા ભાગની કચેરીઓનો વેરો ગ્રાન્ટ આધારીત હોવાથી ફકત સામાનય નોટીસ આપી સંતોષ માનવો પડે છે. અમુક વિભાગીય કચેરી દ્વારા ગ્રાન્ટ આવ્યા બાદ તુરંત વેરો ભરપાઈ કરી દેવામાં આવે છે. પરંતુ રેગ્યુલર મિલ્કત વેરો મળતો નથી પરિણામે દર વર્ષે આવકમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે. આમ મહાનગરપાલિકાના વાર્ષિક અંદાજમાં વેરા વિભાગની આવકમાં સરકારી મિલ્કતોનું જ 30 ટકા લેણી રકમનું ગાબડું દર વર્ષે જોવા મળી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement