મનપાએ વધુ 10 બાકીદારોની મિલકતને તાળાં માર્યા
એક આસામીને જપ્તીની નોટિસ, 2 નળકનેકશન કટ: રૂા.14.71 લાખની રીકવરી
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 10 મિલકતોને શીલ મારવામાં આવ્યુ હતુ અને રૂા.14.71 લાખની રીકવરી કરવામાં આવી હતી. તેમજ એક આસામીને જપ્તીની નોટીસ ફટકારી હતી. બાકીદારો પર છેલ્લા ઘણા સમયથી મનપા દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી બાકી દારોમા ફફડાટ ફેલાયો છે.
મનપા દ્વારા વોર્ડ નં-4માં કુવાડવા રોડ પર જય શક્તિ પાર્કમાં ક્રિસ્ટલ સિટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-15 સામે સીલની કાર્યવાહી કરી રૂા.53,162/ની વોર્ડ નં-5માં રીકવરી કરી હતી. ન્યુ આશ્રમ રોડ પર રણછોડવાળી શેરી નં-6મા 1-યુનિટને નળ કનેક્શન કપાત કરેલ હતી. વોર્ડ નં-8 શ્રી વિદ્યુતનગર કો.ઓપ.હાઉ.સોસા નજીક શ્રેય સામે નળ- કનેક્શન કપાત કરી રૂૂ.1.13 લાખ, અક્ષરમાર્ગ તપોવન સોસાયટીમાં આલાપ ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-1 સામે સીલ કરી રૂૂ.1.26 લાખ, અને અક્ષરમાર્ગ તપોવન સોસાયટીમાં આલાપ ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-2 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.19 લાખ, અને બીગ બઝાર સામે ઈમ્પીરીયલ હાઈટ્સમાં ગો ફેશન ટેનન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-9 સામે સીલની કાર્યવાહી કરી રૂૂ.4.00 લાખની રીકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં-13માં અમરનગરમાં ઉમાકાંત પંડિત ઉદ્યોગમાં 1-યુનિટ સીલ કરી રૂ.1.21 લાખ, ગોકુલનગર-1માં ઓમ સ્ટીલ 1-યુનિટને સીલ કરી રૂા.1.11 લાખ અને ગોંડલ રોડ પર મારુતી ઈન્ડ એરિયામાં ભરત ટ્રાન્સપોર્ટ ને નોટીસ સામે રૂા.1.63 લાખની રીકવરી તેમજ વોર્ડ નં-15માં મીરા ઉદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને સીલ કરી રૂા.80,00, વોર્ડ નં-16માં કોઠારીયા મેઈન રોડ પર સિંદુરિયાખાણ સામે માતૃછાયામાંથી રૂા.62,165, સદભાવના સોસાયટીમાં 1-યુનિટ સીલ કરી રૂા.20,00, વોર્ડ નં-18માં નેહરુનગરમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જે.બી એન્જીનીયરીંગ સામે સીલની કાર્યવાહી કરી રૂા.50,000/ની રીકવરીની કામગીરી કરાઇ હતી. 01/04/2024 થી આજ દિન સુધી રૂા. 322.36 કરોડની રિકવરી કરાઇ છે.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.