For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયા

04:36 PM Apr 26, 2025 IST | Bhumika
મનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયા

વિશ્ર્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે જાહેર પ્રદર્શન, રેલી, બેનર, પત્રિકા, પોસ્ટર મારફતે આરોગ્ય શિક્ષણ અપાયુ : 387 પોરાભક્ષક માછલીનું વિતરણ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ર5 એપ્રિલ ’વિશ્ર્વ મેલેરિયા દિવસ” નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ, જેમાં રાજકોટના શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મચ્છર ફેલાવતા મચ્છર ઉત્5તિ અટકાયતી 5ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે વોર્ડવાઇઝ વિવિઘ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ.

વોર્ડ વાઇઝ 19 સ્થળોએ જાહેર પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં લાભાર્થીને મચ્છર, મચ્છરના પોરાના જીવંત નિદર્શન, 5ત્રીકા, બેનર અને પોસ્ટર દ્વારા મેલેરિયા અને મેલેરિયા રોગ અટકાયતી 5ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત 2236 લાભાર્થીઓને મેલેરિયા રોગ વિષયક માહિતી આ5વામાં આવેલ તથા 387 વ્યકિતઓને માછલી વિતરણ કરવામાં આવેલ હતી .

Advertisement

19 સરકારી / પ્રાયવેટ શાળાઓમાં જાહેર પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોને મચ્છર, મચ્છરના પોરાના જીવંત નિદર્શન, 5ત્રીકા, બેનર, પોસ્ટર તથા પાવર પોઇન્ટ પેઝેન્ટેશન દ્વારા મેલેરિયા અને મેલેરિયા રોગ અટકાયતી 5ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં 1824 વિદ્યાર્થીઓ અને 122 શિક્ષકોને મેલેરિયા રોગ વિષયક માહિતી આ5વામાં આવેલ હતી .

રાજકોટ મહાનગરપાલિકાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતેથી આરોગ્ય શિક્ષણ, 5ત્રીકા વિતરણ તથા 23 આરોગ્ય કેન્દ્ર ખાતેથી રંગોળી, 5ત્રીકા વિતરણ તથા રેલી યોજી આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ કરવામાં આવેલ તથા લોકોને મેલેરિયા તથા તેને નિયંત્રણ અર્થે લેવાના થતા 5ગલા વિશે માહિતગાર કરવામા આવ્યા હતા .

જાહેર સ્થળો 5ર આવેલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કઊઉ બોર્ડ 5ર મેલેરિયા વિષય જાહેરાત પ્રદર્શિત કરવામાં આવેલ તથા 234 જાહેર સ્થળો 5ર મેલેરિયા વિષયક પોસ્ટર લગાડીને લોકોને મેલેરિયા વિશે માહિતગાર કરવામાં આવેલ.
આ ઉ5રાંત ઋફભયબજ્ઞજ્ઞસ, ઠવફતિંઆા, ઈંક્ષતફિંલફિળ જેવા સોશિયલ મિડીયાના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ5વામા આવ્યુ હતુ .

Advertisement
Tags :
Advertisement
Advertisement