સીલિંગનો ધોકો પછાડી મનપાએ 26.03 લાખની વેરા વસૂલાત કરી
મનપાના વેરાવિભાગે વર્ષના અંત સમયે સીલીંગ કાર્યવાહી વધુ તેજ કરી આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બાકીદારો પાસેથી રૂા. 26.03 લાખની વેરાવસુલાત કરી વધુ 6 મિલ્કત સીલ કરી રહેણાકના બે નળ જોડાણ કાપ્યા હતાં.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે નવજીવન હાઇ સ્કૂલ ગાધીગ્રામ ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.33 લાખ, રૈયા ચોકડી ભવન કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-103 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,400, મોચીનગરમાં 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.56,000નો ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણાં સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.29લાખ, મોરબી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.11.16 લાખનો ચેક આપેલ, પેડ્ક રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.56,000, જવાહર આરપીડી પર આવેલ ‘ઓપેરા ટાવેર્સ’ ફોર્થ ફ્લોર શોપ નં-405 સીલ મારેલ.(સીલ), સરદાર હરીહર ચોકમાં આવેલ પૂજા કોમ્પ્લેક્સ 2-યુનિટને સીલ મારેલ.(સીલ), હરીહર ચોકમાં સ્ટાર ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-122 ને સીલ મારેલ.(સીલ), જવાહર રોડ પર આવેલ સાધના બિલ્ડીંગસ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.82,000નો ચેક આપેલ, યાજ્ઞિક રોડ પર આવેલ ‘કેશવ કોમ્પ્લેક્ષ’ફર્સ્ટ ફ્લોર શોપ નં-107 ને સીલ મારેલ.(સીલ), યાજ્ઞિક રોડ પર આવેલ ‘કેશવ કોમ્પ્લેક્ષ’ફર્સ્ટ ફ્લોર શોપ નં-106 ને સીલ મારેલ.(સીલ), લીમડા ચોકમાં આલાપ-બી થર્ડ ફ્લોર ઓફિસ નં-312 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.79,208, યુનિવર્સિટી રોડ પર આવેલ શિવ શક્તિ સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.40 લાખની કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.