અડધા શિયાળે મનપાને ચીકીના નમૂના લેવાનું યાદ આવ્યું!, અડદિયાના હજુ બાકી!
અડધો શિયાળો પુરો થવા આવ્યો છે. ત્યારે હવે રાજકોટ મનપાના ફૂડ વિભાગને ચીકી, કચરીયુ સહિતની વાનગીઓના નમુના લેવાનું યાદ આવ્યું છે. જો કે, શિયાળામાં અડદિયાના નમુના હજુ સુધી લેવાયા નથી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં મકરસંક્રાંતીના તહેવારોને અનુલક્ષીને લોકો દ્વારા પુષ્કળ પ્રમાણમા વપરાશમાં લેવામાં આવતી ચીકી ના ઉત્પાદકો તથા વેપારીઓને ત્યાં સધન ચકાસણી કરવામાં આવેલ.
જે અન્વયે (1)મોમાઇ ચીકી- પારેવડી ચોક, (2)શિવ ચીકી- પારેવડી ચોક, (3)જય બજરંગ લાઈવ ચીકી- પારેવડી ચોક, (4)જય સિયારામ ચીકી- પારેવડી ચોક, (5)જય જલારામ ચીકી- પારેવડી ચોક, (6)પાર્થ ચીકી- પારેવડી ચોક, (7)જય શંકર ચીકી- ભગવતી પરા, (8)ક્રિષ્ના સિઝન સ્ટોર -સહકાર મેઇન રોડ (9)સંતોષ સિઝન સ્ટોર- સહકાર મેઇન રોડ (10)સોનલ સિઝન સ્ટોર -સહકાર મેઇન રોડની ચકાસણી કરવામાં આવેલ. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 05 નમૂના લેવામાં આવેલ. જેમાં તલનું કચરીયું (લુઝ): સ્થળ- મોમાઇ ચીકી, પારેવડી ચોક, તલ ચીકી (લુઝ): સ્થળ- શિવ ચીકી, પારેવડી ચોક, શીંગ ચીકી (લુઝ): સ્થળ- જય બજરંગ લાઈવ ચીકી, પારેવડી ચોક, રાજગરાના લાડુ (લુઝ): સ્થળ- જય સિયારામ ચીકી, પારેવડી ચોક, ચાંદની પાર્ક (લુઝ): સ્થળ- પાર્થ ચીકી, પારેવડી ચોક, રાજકોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા ચોક, નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ "સિધ્ધેશ્વર ઢોસા તથા નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ દાબેલી વાલે અને ગોલ્ડન વ્યૂ કોમ્પલેક્ષ, રાજકોટ મુકામે આવેલ "ચોકો બાઇટ" પેઢીની તપાસ કરતા પેઢીને લાયસન્સ મેળવવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. અન્ય કામગીરીમાં (01)દર્શન ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ભોલેનાથ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)માધવ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)રામદેવ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રીજી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ફલેવર સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્યામ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ન્યુ બોમ્બે સ્ટાઈલ પાણિપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.