રેલો આવતા પાલિકાએ સ્મશાનમાં સફાઇ હાથ ધરી
12:29 PM Dec 04, 2024 IST | Bhumika
Advertisement
માણાવદર પાલિકા હસ્તકના સ્મશાનગૃહમાં લાઈટો બંધ હતી, પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા ન હતી. ચારે બાજુ ગંદકીના થરો ઉભરાયા હતા. સ્મશાનમાં અગ્નિદા દેવા શબને લઈ આવનાર ડાધુઓ બેસી શકે તેવા સ્વચ્છ બાંકડા રહ્યા ન હતા.બાકડા ધૂળથી લપેટાઈ ગયા હતા. સંડાસ- બાથરૂૂમ સફાઈના અભાવે નર્કાગાર બની ગયા હતા. આવા કારણો માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશભાઈ શુક્લાની સ્મશાનની સરપ્રાઈઝ વિઝીટથી બહાર આવ્યા હતા.મામલતદાર મહેશભાઈ શુક્લાની સૂચનાથી તાત્કાલિક અસરથી માણાવદર પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાનગ્રહની મુલાકાત લીધી હતી અને ચીફ ઓફિસર એમ.આર ખીચડીયાએ પાલિકાના સફાઈ કર્મચારીઓ, વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી પોતે માથે ઊભા રહીને સમસ્યાઓ નિપટાવી હતી. સફાઈ અભિયાન પછી પણ મામલતદારે સ્મશાનગ્રહની ફરી વિઝીટ કરી હતી અને સંતોષ માન્યો હતો
Advertisement
Advertisement