ઉપલેટાના પટેલ કોટન મિલમાં આગ લાગતા બે કરોડના કપાસને નુકસાન
હાલ કપાસની સીઝન ચાલી રહી હોય ત્યારે અનેક કોટન જીનીગ મિલોમાં કપાસની પુષ્કળ આવક થઈ રહી હોય ત્યારે કપાસ છે તે અનેક જીનિંગ મિલોના ખુલ્લા મેદાનમાં પડ્યો હોય છે જેને લઈને આકસ્મિક બનાવો બનતા હોય છે ત્યારે ગત રાત્રિના ઉપલેટા શહેરના પોરબંદર હાઇવે પર ઈસરાના પાટિયા પાસે આવેલ પટેલ કોટન મીલ નામના જીનીંગના કારખાનામાં કપાસના ઢગલાઓમાં અચાનક આકસ્મિક આક લાગતા 25 જેટલી ગાડીઓ કપાસનું નુકસાન થવા પામ્યું છે જેની કિંમત પોણા બે કરોડ જેવી થાય છે. કુલ પાંચ કરોડ કરતાં પણ વધારેનો કપાસ છે તે ખુલ્લા મેદાનમાં ગાંસડીઓ વગેરે પડેલું હોય જેમાં અચાનક આકસ્મિક આગ લાગતા કોટન મિલના લોડર દ્વારા કપાસના ઢગલાને જુદો પાડવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો જેને લઈને વધુ નુકસાની થતા અટકી હતી.
ઉપલેટા નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ઉપલેટા નગરપાલિકાના બે ફાયર ફાઈટર અને ધોરાજીનું એક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું ત્યાં સુધીમાં સ્થાનિક શ્રમિકો દ્વારા પાણીની ડોલો ભરીને આગ ઠારવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉપલેટા અને ધોરાજીના કુલ ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો જેમાં કારખાનેદાર કલ્પેશભાઈ પટેલ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે 25 જેટલી ટ્રક ગાડી જેનો સાડા બાર થી તેર હજાર મણ કપાસ સળગી ગયો હતો. જેના એક મણના 1450 રૂૂપિયા લેખે ગણતરી કરીએ તો પોણા બે કરોડ જેવી નુકસાની થવા પામી હતી. સાંજે સાડા પાંચ વાગ્યે લાગેલી આગ રાત્રે 9 વાગ્યે કાબુમાં લેવાઈ હતી. જોકે આગ લાગવાનું કારણ હાલ અકબંધ હોય જેની તપાસ ચાલી રહી છે.પરંતુ કપાસના ઢગલામાં આગ લાગતા નુકસાની થતા કારખાનેદાર લોકો ચિંતામાં મુકાયા હતા.