રાઇડ્સ સંચાલકોને નવ લાખ કાપી રક્મ પરત અપાશે
રાજકોટ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત ધરોહર લોકમેળો આ વખતે વરસાદ અને રાઇડ્સ કારણે રદ કરવામાં આવ્યો હતો.આ લોકમેળમાં રાઇડ્સ ને ફીટને સર્ટિફિકેટ ન મળતા તારે વિવાદ પણ સર્જાયો હતો. લોકમેળામાં રાઈટ સંચાલકો દ્વારા ગ્રાઉન્ડમાં રાઇડસો પણ ઊભી કરી દેવામાં આવી હતી.
પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ મળતા રાઈડ્સ શરૂૂ કરવામાં ન આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા અંતે ભારે વરસાદ અને રાઇડસ વિવાદના કારણે આ મેળો રદ કરવામાં આવ્યો હતો રદ કર્યા બાદ કલેક્ટર દ્વારા રૂૂપિયા પરત આપવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીની અધ્યક્ષ સ્થાને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેકટર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પોતાના વિસ્તારમાં બાકી રહેલા કામો તેમજ ક્યાં કામો ગતિમાં છે. તેમજ અધિકારીઓનું કામ નો રિપોર્ટની ફાઈલ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ચિંતન શિબીર જલસા પાર્ટી ન બને તેમનું પણ ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને કડક સુચના આપી દેવામાં આવી છે.