મનપાનું 57 દુકાનોમાં ચેકીંગ, ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક મળ્યું
મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારાપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં 57 સ્થળોએ ચકાસણી કરતા ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક હાથ લાગ્યું હતું. આથી ગંદકી કરતા વેપારીઓએ રૂા. 13,750નો દંડ ફટકારી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વેપારીઓને નોટીસ અપાઈ હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 15/05/2025 થી 16/05/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 15/05/2025 થી 16/05/2025 એમ કુલ 2 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 57 આસામીઓ પાસેથી 2.51 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 13750/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ હતી.