For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મ્યુનિ.કમિશનર, મેયર, CP સામે નવેસરથી કેસ દાખલ કરવા રિટ

04:01 PM Jul 29, 2024 IST | admin
મ્યુનિ કમિશનર  મેયર  cp સામે નવેસરથી કેસ દાખલ કરવા રિટ

રાજકોટમાં ગાય અડફેટે ઘવાયેલા નિવૃત્ત ફોજીએ દસ મહિને દમ તોડી દીધો, ઢોરમાલિક 1300 રૂપિયા દંડ ભરી છૂટી ગયો

Advertisement

મુંબઈ પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી ત્યાં કેસ પૂરો થઈ ગયો, મૃતક ફોજીના પુત્રએ ફરી હાઈકોર્ટના દ્વાર ખખડાવતા નોટિસો કાઢી

રાજકોટ સહિત ગુજરાતભરમાં રખડતાં ઢોરનો પ્રશ્ર્ન તે વિકટ બની ગયો હોય ત્યારે રખડતાં ઢોરે રાજકોટનાં ભોમેશ્ર્વર વિસ્તારમાં 10 મહિના પૂર્વે નિવૃત્ત ફૌજીનો ભોગ લીધાની ઘટનામાં રાજકોટ પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવાને બદલે બારોબર કાર્યવાહી કરી આ ઘટનામાં ઢોર માલિક દંડ ભરીને છુટી ગયો હોય જેથી હવે મૃતક ફૌજીના પુત્રએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને આ મામલે તત્કાલીન મ્યુનિ.કમિશ્નર, મેયર અને પોલીસ કમિશ્નર સામે નવેસરથી શાપરાધ મન્યુવધનો ગુનો નોંધવા કરેલી રીટને ધ્યાને લઈ હાઈકોર્ટે આગામી તા.2 ઓગસ્ટે સુનાવણી હાથ ધરી છે અને આ મામલે જવાબદાર અધિકારીઓને હાજર રહેવા નોટિસ પણ ઈસ્યુ કરી છે.

Advertisement

શહેરના જામનગર રોડ પર પરસાણાનગર શેરી નં.16માં રહેતા નિવૃત્ત આર્મીમેન નવલસિંહ ઉર્ફે નવુભા ધીરૂભા ઝાલા ગત તા.16-12-2022ના રોજ પોતા પૌત્રીને સ્કૂલેથી તેડીને આવતાં હતાં ત્યારે ભોમેશ્ર્વરમાં રખડતા ઢોરે તેમને ઢીંકે ચડાવતા ગંભીર ઈજા થઈ હતી. તેમને પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ 24-1-2023નાં રોજ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં 4-8-2023નાં રોજ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ગત તા.8-9-2023નાં રોજ તેમનું અવસાન થયું હતું. બીજી તરફ આ મામલે જે તે વખતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, મ્યુનિ.કમિશ્નર સહિતનાં જવાબદાર અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ ઘટનામાં મહાનગરપાલિકાના વેટરનીટી ડો.ભાવેશ જાકાસણીયા ફરિયાદી બન્યા હતાં. અને ઢોર માલિક સામે ગુનો નોંધાયો હતો. જેમાં ઢોરના માલિક ભરત છેલાભાઈ શિયાળીયા સામે લોક અદાલતમાં કેસ ચાલી જતાં ગત 13 મે-2023ના રોજ ઢોર માલિક ભરત શિયાળીયા 1300 રૂપિયાનો દંડ ભરીને છુટી ગયો હતો.

આ મામલે મૃતકના પુત્ર સુખદેવસિંહ ઝાલા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી તેમના પિતાનો રખડતાં ઢોરે ભોગ લીધો હોય જે મામલે મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર, મેયર તેમજ જવાબદાર અધિકારીઓ સામે મન્યુવધ હેઠળ નવેસરથી કેસ દાખલ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોય જેમાં હાઈકોર્ટે બે ઓગસ્ટે 2024ની તારીખ નક્કી કરી છે.

આ મામલે હાઈકોર્ટમાં મૃતક આર્મીમેનના પત્ની જસુબા નવુભા ઝાલાની અરજી સંદર્ભે તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યું છે કે લાપરવાહીથી મૃત્યુ થયા છતાં પોલીસ અને મહાનગરપાલિકાના મેયર, મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓએ ગુનાહિત બેદરકારી દાખવી હોય આ મામલે શાપરાધ મન્યુવધની કલમને જોડી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. જે તે વખતે મુંબઈની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત આર્મીમેન નવુભા ઝાલા સારવારમાં હોય અને તે બેભાન અવસ્થામાં હોય ત્યારે આ મામલે મુંબઈની વરસોવા પોલીસે રાજકોટ પોલીસને જાણ કર્યા છતાં રાજકોટ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તત્કાલિન મ્યુનિ.કમિશનર અરોરાને ઢોરના ત્રાસ બાબતે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરી

આ અંગે નિવૃત્ત આર્મી મૃતક નવલસિંહ ઝાલાના પુત્ર સુખદેવસિંહ ઝાલાએ જે તે વખતે ભોમેશ્ર્વર તેમજ પરસાણાનગર વિસ્તારમાં રખડતાં ઢોરના ત્રાસ બાબતે તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર અરોરાને અનેક વખત રજૂઆત કરી હતી. તેમજ તત્કાલીન મ્યુનિ.કમિશ્નર અરોરાએ સ્થળ વિઝીટ કરી હતી અને તે વિસ્તારમાં રખડતાં ઢોરનાં ત્રાસની વાસ્તવિકતા જાણી હતી છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં ભોમેશ્ર્વરમાં પૌત્રીને સ્કૂલેને તેડીને આવતાં નિવૃત આર્મીમેન નવલસિંહ ઝાલા રખડતાં ઢોરનો ભોગ બન્યા હતાં. આ મામલે જે તે વખતે વેટરીનીટી ડોકટર જાકાસણીયાએ ભોગ બનનાર આર્મીમેનના પરિવારજનોની ફરિયાદ નોંધવાના બદલે પોતે ફરિયાદી બની આ મામલે રફેદફે કરી નાખ્યાનો આક્ષેપ આર્મીમેનના પરિવારજનો કરી રહ્યાં છે ત્યારે હવે જવાબદારો સામે હાઈકોર્ટનું વલણ કેવું રહેશે તે જોવાનું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement