મનપાના 6 અધિકારીઓ, કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ.કમિશનર
કર્મચારીઓને પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચૂકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ અપાઇ
રાજકોટ મહાનગરપાલિકામાં જુલાઈ-2024માં નિવૃત થયેલ છ અધિકારી / કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂૂપાંતર જેવા લાભો મળી જાય તે કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ફરજ પરથી નિવૃત થયેલ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકોટની વિકાસ પ્રક્રિયામાં પોતાનું જે યોગદાન આપેલ છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવાની સાથે સુખશાંતિમય સાથેના નિવૃત્તિ જીવન અને તંદુરસ્ત દીર્ઘાયુની શુભકામના પાઠવતા મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના પરિવાર વચ્ચેથી આજે આપ સૌ નિવૃત થઇ રહ્યા છો. સંસ્થામાંથી નિવૃત્તિ નિશ્ચિત હોય છે પરંતુ સંસ્થા સાથેનો આપ સૌનો નાતો કાયમી અને અતૂટ હોય છે. રાજકોટ મહાનગરપાલિકા આપ સૌની ઋણી રહેશે અને આ સંસ્થાના દ્વારા આપ સૌ માટે હંમેશા ખુલ્લા છે.
નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં (1) વેરા વસુલાત શાખાના સિનીયર ક્લાર્ક રાઠોડ યોગેશભાઈ, (2) ટાઉન પ્લાનિંગ શાખાના એડી. આસી. એન્જી. સિવિલ અગ્રાવત દિલીપકુમાર, (3) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી વાઘેલા કાન્તાબેન, (4) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીવાળા અમૃતલાલ, (5) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી મકવાણા ભાનુબેન અને (6) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી ઝાલા નીમુબેન નિવૃત થયેલ છે.
નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તથા સંબંધિત શાખાધિકારીઓના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.