પાટડીમાં ગેસ ગળતરથી બે સફાઇ કામદારનાં મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પકડાયા
પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા બે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોના પાંચ મહિના પહેલા ગેસ ગળતરથી મોતના બનાવમાં ફરાર આરોપી ચીફ ઓફિસર મોસમ પટેલની પોલીસે ધરપકડ કરી છે. ત્રણ દિવસ અગાઉ સેનેટરી ઈન્સ્પેક્ટર હર્ષદ કટારીયા ઝડપાઈ ગયો હતો.
પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા બે કોન્ટ્રાક્ટરબેઈઝ કર્મચારીઓ ચીરાગ પાટડીયા અને જયેશ પાટડીયાના ગત જાન્યુઆરી-2025માં ભુગર્ભ ગટરની સફાઈ દરમ્યાન ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા. જે અંગે પાલિકા તંત્રની બેદરકારી સામે આવી હતી અને પાટડી પોલીસ મથકે મૃતકના પરિવારજન દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસર મૌસમ પટેલ, કોન્ટ્રાક્ટર સંજય પટેલ અને સેનેટરી ઈન્સ્પેક્ટર સામે હર્ષદ કટારીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે કોન્ટ્રાકટરને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો હતો જ્યારે ચીફ ઓફિસર અને સેનેટરી ઈન્સ્પેક્ટર પોલીસ પડકથી નાસતા ફરતા હતા જેમની વિરૂૂધ્ધ વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા અને થોડા દિવસો પહેલા ધ્રાંગધ્રા ડીવાયએસપીની ટીમે સેનેટરી ઈન્સ્પેકટર હર્ષદ કટારીયાને ઝડપી પાડયો હતો. ત્યારે આજે ફરાર ચીફ ઓફિસર મોસમ પટેલને પણ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.