રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરી અને આવતી ફરિયાદો અંગે સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

04:38 PM Jul 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આંગણવાડીમાં બાળકોને અપાતા પોષણયુક્ત આહાર અને સફાઇ અંગે નિરીક્ષણ કર્યુ

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ આજે તા.26-07-2024ના રોજ વોર્ડ નં.13ની વોર્ડ ઓફિસ અને ખોડિયારનગરમાં આવેલ આંગણવાડીની મુલાકાત કરી હતી. જ્યાં મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ ઓફિસ ખાતે કરવામાં આવતી કામગીરી ઉપરાંત વોર્ડના નાગરિકો દ્વારા આવતી ઓનલાઈન-ઓફલાઇન ફરિયાદોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વોર્ડ નં.13ની વોર્ડ ઓફિસ ખાતેની વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરી જેવી કે, ટેક્સ કલેક્શન, સફાઈ, ડ્રેનેજ સફાઈ, નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોના નિકાલ વેગેરે બાબતે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. સમીક્ષા દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ જરૂરી માર્ગદર્શન અને સંબંધિત અધિકારીને જરૂૂરી સુચના આપી હતી.

વધુમાં ખોડિયારનગરમાં આવેલ આંગણવાડી ખાતે વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત આહાર અને આંગણવાડીમાં સફાઈ અંગે કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જી. અતુલ રાવલ, પી.એ.ટુ કમિશનર એન. કે. રામાનુજ, ડી.ઇ.ઇ. ગુપ્તા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement