પડ્યા પર પાટું, મુંબઇનો ટ્રેડર 12 કરોડમાં ઊઠતા હિરા બજારમાં ચિંતા
મૂળ સૌરાષ્ટ્રનો ચિરાગ લેબગ્રોન ડાયમંડ ટ્રેંડિગમાં કાચો પડતા અનેકના નાણા ફસાયા
અત્યારે સુરત હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ હીરા ઉદ્યોગને અત્યારે પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે મંદીનો માર સહન કરતા હીરા ઉદ્યોગમાં 12 કરોડનું ઉઠમણું થયું છે. આ ઘટનાથી સુરતના હીરા વેપારીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. આ કરોડોમાં ઉઠમણાંના લીધે નાના વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
12 કરોડના ઉઠમણામાં સુરતના 90 ટકા વેપારીઓના નાણાં ફસાયા છે. મૂળ લેબગ્રોન ડાયમંડ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓના નાણાં ફસાયા છે. નાણાં પરત નહીં આવે તેવી શક્યતાના પગલે વેપારીઓ ચિંતિત જણાઈ રહ્યા છે. 12 કરોડ ઉઠમણાંને પગલે સુરતના હીરા બજારમાં બેઠકોનો દોર શરૂૂ થઈ ગયો છે.
4 વર્ષ અગાઉ મૂળ સૌરાષ્ટ્રના ચિરાગે હીરાના ટ્રેડિંગનો વેપાર શરૂૂ કર્યો હતો. આ ટ્રેડર મૂળ લેબગ્રોન ડાયમંડ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલ હતો. ચિરાગ પાતળી સાઈઝ ના લેબગ્રોન ડાયમંડનો મૂળ વેપાર સુરતથી કરતો હતો. ચિરાગે ઈરાદાપૂર્વક બજારમાંથી માલ લઈ ઉઠમણું કર્યાની હોવાનું હીરા ઉદ્યોગ અગ્રણીઓનું કહેવું છે. આ સમગ્ર મુદ્દે હીરાના વેપારી દિનેશ નાવડીયા એ જણાવ્યું છે કે, મૂળ લેબગ્રોન ડાયમંડ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓના નાણાં ફસાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુરત હોય કે ગુજરાત હીરા ઉદ્યોગ વિશ્વાસ પર ચાલે છે, આ વિશ્વાસનો કેટલાક લેભાગુ વેપારીઓ ગેરલાભ ઉઠાવે છે. વિશ્વાસ ના કારણે હીરા ઉદ્યોગની પ્રગતિ થઈ છે પરંતુ ઉઠમણા જેવા બનાવોના કારણે હીરા ઉદ્યોગમાં અશ્વિવાસનું વાતાવરણ સર્જાયું છે.