ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શિવરાત્રીના મેળામાં મુજરા, સંતો દ્વારા બર્થ-ડે પાર્ટી: મહેશગીરીનું બોમ્બાર્ડિંગ

11:53 AM Jan 31, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

જૂનાગઢ અંબાજીની જગ્યાનો ગાદી વિવાદ ચરમસીમાએ, હરિગીરી સહિતના સંતો ઉપર ગંભીર આરોપો, 20મી બાદ કરશે નવો વિસ્ફોટ

અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામતી હોવાનો આક્ષેપ: સરકાર પાસે તપાસની માગણી

જૂનાગઢ પવિત્ર ધર્મસ્થળ અંબાજી ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અને ભૂતનાથના મહંત મહેશગીરી સહિત ચાર સાધુઓની અખાડા પરિષદમાંથી હકાલપટ્ટી થયાના અહેવાલો વચ્ચે ગઇકાલે મહેશગીરી બાપુએ ગઇકાલે પત્રકાર પરિષદ યોજી ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. અને શિવરાત્રીના મેળામાં સાધુ-સંતોની હાજરીમાં ચાલતા મુજરા તેમજ સંતની બર્થડે પાર્ટીની ઉજવણી સહિતના વીડિયો જાહેર કરી ખળભળાટ મચાવી દીધો હતો.

ગઇકાલે મહેશગીરીએ પત્રકાર પરિષદ કરીને કેટલાક વીડિયો શેર કર્યા હતા અને જૂના અખાડાના સંરક્ષક હરીગીરી બાપુ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે ભવનાથમાં થતી ગેર પ્રવૃતિઓને લઈને ખુલાસા પણ કર્યા હતા અને કહ્યું કે, હું હજુ 20 ટકા જ બહાર આવ્યું છે.20 ફેબ્રુઆરી યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ.

પ્રેસ કોન્ફરન્સમાં હરિગીરીની જવાબદારીમાં આ બધું ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જૂના અખાડાના કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ રહી છે અને તેના માટે જવાબદાર માત્રને માત્ર હરિગીરી છે. મહેશગીરીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી હરિગીરી ભવનાથ અને ગિરનારમાંથી નહીં જાય ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે.

અખાડા હરિગીરી ચલાવે છે અને તે નક્કી કરે છે કોણ રહેશે અને કોણ નહીં રહે. તેના જ ચેલાઓ બેસે છે. અખાડામાં દારૂૂ અને પોલીસે રેડ પાડી છે તે પણ વીડિયો છે. અખાડામાં વેશ્યાને લઈને આવે છે, શરમ કરો. સરકાર અને અધિયકારીઓ સમજી નથી શકતા કે શું શું થઈ રહ્યું છે. તમે આવા કામો કરી રહ્યા છો. મારા ગિરનારને અપવિત્ર કરે છે. હું સરકાર ને કહીશ કે આ પવિત્ર સ્થળ છે. હરિગીરીનું કાઈક જુઓ. સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો. આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢમાં. અને તેને બચાવવા આ બધા ભ્રષ્ટાચારીઓ નીકળી પડ્યા છે.

મહેશગીરીએ વધુમાં કહ્યું કે, જો સરકાર યોગ્ય તપાસ કરે તો હરીગીરી બીજા દિવસે જેલમાં જાય એમ છે. હરીગીરી જેલમાં જશે તો લાખો સાધુ-સંતો રાજી થશે. હરીગીરી કોઈ મોટી તોપ નથી, ડરપોક છે, હરીગીરી અને પ્રેમગીરીની ગેંગના મોટા કૌભાંડ બહાર આવશે. જો હું કોર્ટમાં જઈશ તો બધાને તકલીફ પડશે. મોટા સાધુ-સંતોના ફોન આવ્યા કે હરીગીરી સમાધાન કરવા માંગે છે, અધર્મ સાથે શા માટે સમાધાન? અંબાજી મંદિરની દશનામ પરિવારનો અધિકાર છે, 25 પેઢીથી સેવા કરે છે.મહેશગીરીએ ગીરીશ કોટેચા પર પ્રહાર કરતા કહ્યું કે, લોહાણા જ્ઞાતિમાં ઘણા સારા લોકો છે. પણ આનાથી જૂનાગઢને મુક્ત કરો. સમાધાન એક જ વાતે કરીશ કે હરીગીરી ગિરનાર છોડી દે. હરીગીરી એની ફૌજને પહેલા જૂએ..બહિષ્કાર તો હરીગીરીનો થવો જોઈએ. 90% અખાડાના સાધુ સંતો ડરથી બહાર આવતાં નથી.

સાધુ સંતોનો ડર જ હરીગીરીની તાકાત બની છે. મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં હરીગીરીના પાંચ પાપ ગણાવ્યા હતા. જેમાં તેમણે મહાકુંભમાં પેશવાઈ થાય છે પહેલી વખત એવું થયું કે પરંપરા તુટી જે પાપ છે. તનીયા લગાવવામાં ન આવી, અખાડાની ઈજ્જત ધૂળમાં મળી રહી છે. તપાસ કમિટી બેસાડીએ તો બધા અંગ્રેજી પાર્ટી કરે છે.ેમહેશગીરીએ વધુમાં કહ્યું કે, અખાડો શું હરીગીરીના બાપનો છે. શિવરાત્રીના મેળામાં હરીગીરીને આવવા દેવો કે નહીં એ હવે જૂનાગઢના લોકોને વિચાર કરવો પડશે. ઉત્તરપ્રદેશમાં જ્યારે બહેનો દીકરીઓની ઉપાડી જતાં હતા, ત્યારે દેશપ્રેમ ક્યાં હતો? નાગા સાધુને લઈને કેમ ન ગયા, હરીગીરીના દબાણમાં બોલવું પડે પણ હવે હું જે કરીશ એ તમે કલ્પના પણ નહીં કરી હોય, હું હજી એક ટકા જ બહાર આવ્યો છું.

એક એક સાધુ બહાર આવશે તો હરીગીરી એમને એમ જ સમાધિ લઈ લેશે. હું ભાગીશ નહીં આ ચેસ જેવું યુધ્ધ છે, 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ.હરિગીરી કરવી શકે છે હુમલો હરીગીરી મારી પર હુમલો કરાવી શકે છે. શિવરાત્રીનો મેળો બગાડી શકે છે. શિવરાત્રીના મેળામાં હરીગીરી જો કંઈ કરશે તો ઉત્તરનો પ્રત્યુતર આવશે. ગીરીશ કોટેચા ગાંડો માણસ છે. એમનો કોઈ ધંધો સાથે ચાલતો હશે, ગીરીશ કોટેચા ગાંડો થઈ ગયો છે, જૂનાગઢનું દુર્ભાગ્ય છે, જૂનાગઢનું સત્યાનાશ કર્યું. જૂનાગઢમાં ઈન્વેસ્ટીગેશન પત્રકારત્વનો અભાવ દેખાય છે. દ્રોણેશ્વરથી ગામના લોકો યજ્ઞમાં મારા માટે ચાખડી લઈને આવ્યા હતા. ગીરીશ કોટેચા પુરાવા રજૂ કરે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSMahant Maheshgiri
Advertisement
Advertisement