For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MSMEના ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ સર્ટિ. લેવામાં રાજકોટ જિલ્લો દેશમાં પ્રથમ

12:26 PM Mar 16, 2024 IST | Bhumika
msmeના ઝીરો ડિફેક્ટ  ઝીરો ઇફેક્ટ સર્ટિ  લેવામાં રાજકોટ જિલ્લો દેશમાં પ્રથમ
  • દેશભરમાં આવા સર્ટિફિકેટ મેળવવામાં ગુજરાતે મેદાન માર્યુ

દેશમાં નાના-મોટા ઉત્પાદન કરતા સુક્ષ્મ, લઘુ, મધ્યમ કક્ષાના ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.) માત્ર સ્થાનિક બજાર જ નહીં, પણ વૈશ્વિક માપદંડોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે તથા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પ્રક્રિયા અપનાવે - એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને ઉદ્યોગકારો હર્ષભેર વધાવી રહ્યા છે. આ જ કારણ છે કે, કેન્દ્રના એમ.એસ.એમ.ઈ. મંત્રાલયની ણઊઉ ‘ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ’ યોજનાના સર્ટીફિકેશન લેવા માટે ઉદ્યોગકારો ઉત્સુકતા સાથે ઝડપ દાખવી રહ્યા છે. ણઊઉ સર્ટિફિકેશન લેવામાં ગુજરાતના એમ.એસ.એમ.ઈ. 37,030 સર્ટીફિકેટ સાથે દેશમાં પ્રથમ છે. ણઊઉના નેશનલ રેન્કિંગમાં જિલ્લાઓની શ્રેણીમાં પણ પ્રથમ ત્રણમાં ગુજરાતના જ જિલ્લાઓ છે. રાજકોટ જિલ્લો 8578 સર્ટી સાથે સમગ્ર દેશમાં પ્રથમ છે. જ્યારે અમદાવાદ જિલ્લો 7325 સર્ટી સાથે બીજા તથા સુરત જિલ્લો 6680 ઝેડ સર્ટી સાથે ત્રીજા ક્રમે છે.

Advertisement

દેશના ઉદ્યોગો માત્ર સ્થાનિક નહીં, પણ વૈશ્વિક બજારના ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકે તેમજ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવે તે માટે સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે વર્ષ 2022માં ણઊઉ ‘ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ’ સર્ટીફિકેશન યોજના લોન્ચ કરી હતી. જે ઉદ્યોગો આ સર્ટીફિકેશન લે છે, તેમને સરકાર તરફથી અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે. આ યોજનામાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ જેવી ત્રણ શ્રેણી છે.

ઝેડ સર્ટિફિકેટ લેવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. દેશના પ્રથમ પાંચ રાજ્યોની સ્થિતિ જોઈએ તો, ચાલુ નાણાકીય વર્ષ 2023-24 તથા ગત નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાંથી કુલ 37,030 ઝેડ સર્ટી લેવાયા છે. જ્યારે બીજા ક્રમે કર્ણાટકામાં 34,114 સર્ટી, ત્રીજા ક્રમે બિહારમાં 15,510 સર્ટી, ચોથા ક્રમે હરિયાણામાં 11,034 સર્ટી, જ્યારે પાંચમા ક્રમે મહારાષ્ટ્રમાં 10,056 ઝેડ સર્ટી લેવામાં આવ્યા છે.

Advertisement

રાજકોટના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીના જણાવ્યા પ્રમાણે, ઝેડ સર્ટીફિકેટ લેવામાં રાજકોટ જિલ્લાના એમ.એસ.એમ.ઈ. માત્ર ગુજરાત જ નહીં, પણ દેશમાં સૌથી આગળ છે. રાજકોટમાં માર્ચના પ્રારંભ સુધીમાં 8578 જેટલા ઉદ્યોગકારોએ ઝેડ સ્કીમના સર્ટિફિકેટ મેળવ્યા છે. જે રાજ્યમાં અને દેશમાં સૌથી વધુ છે.

ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના જણાવાયા મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં દેશના વિવિધ રાજ્યોમાં કુલ 3160 ઝેડ સર્ટિફિકેટ લેવાયા હતા. જેમાં ગુજરાતમાંથી 125 હતા. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં દેશના તમામ રાજ્યોમાં કુલ 1,69,919 ઝેડ સર્ટિફિકેટ લેવાયા હતા. જેમાં ગુજરાતમાંથી 36,905 સર્ટી હતા. સમગ્ર દેશમાં આ ક્ષેત્રમાં બંને વર્ષમાં ગુજરાતનો હિસ્સો 21.4 ટકા છે,
નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24ની સંયુક્ત વિગતો જોઈએ તો, આ બે વર્ષમાં સમગ્ર દેશના તમામ રાજ્યોમાં કુલ 1,72,065 બ્રોન્ઝ સર્ટી લેવાયા હતા. જેમાં ગુજરાતના 36,947 છે. આ જ ગાળામાં તમામ રાજ્યોમાં કુલ 464 સિલ્વર સર્ટી લેવાયા હતા. જેમાં ગુજરાતમાંથી 46 સિલ્વર સર્ટી હતા. જ્યારે તમામ રાજ્યોમાં કુલ 550 ગોલ્ડ સર્ટી લેવાયા હતા. જેમાં ગુજરાતના 37 ગોલ્ડ સર્ટી છે. કુલ મળીને 1,73,079 સર્ટી સામે ગુજરાતમાંથી 37,030 ઝેડ સર્ટી લેવામાં આવ્યા છે, જે દેશમાં સૌથી વધુ છે. (તમામ આંકડા 12 માર્ચ, 24ની સ્થિતિએ.)

Advertisement
Tags :
Advertisement
Advertisement