સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે, તે શું કરી લેવાના છે??
ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. છતાંય તેમના સાંસદનુ કોઇ સાંભળતા ન હોઇ તેવુ હવે સામે આવી રહ્યું છે. અધિકારીઓ તો સાંસદને નથી ગાંઠતા તેવું અનેક વખત સામે આવ્યું છે પરંતુ હવે હોસ્પિટલના સ્ટાફ પણ ભાજપના સાંસદને નથી ગણકારતા તેવું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરાએ સિવિલ હોસ્પિટલની આજે અચાનક મુલાકાત લીધી હતી આ દરમિયાન સાંસદ ચંદુ શિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સાંસદ ચંદુ સિહોરા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફના વર્તનથી સાંસદ ચંદુ શિહોરા લાલઘૂમ થયા છે.
સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે તે શુ કરી લેવાના તેવા શબ્દો સ્ટાફ દ્વારા બોલવામાં આવતા સાંસદ રોષે ભરાયા હતા. અને સ્ટાફનો સાંસદ ચંદુ સિહોરાએ ઉધડો લઈ લીધો હતો. આ સાથે સાંસદ દ્વારા તે સ્ટાફ સામે પગલાં ભરવા સુચના અપાઈ છે. ત્યારે હવે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાંસદનું પણ નથી ગણકારતા તેવું સામે આવ્યું છે. ત્યારે અહાીં સવાલ તે તઈ રહ્યો છે કે, જો હોસ્પિટલનો સ્ટાફ સાંસદને જ ન ગણકારતા હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે આ મામલે કોઈ યોગ્ય પગલા લેવામાં આવે તે જરુરી બન્યું છે.