સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતાં સાંસદ મોકરિયા
દર્દીઓની સુવિધામાં વધારો કરવાનો ધ્યેય : લોકાર્પણ વિધિમાં ધારાસભ્ય ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર
શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યસભાના સાંસદને મળતી 5 કરોડની ગ્રાન્ટમાંથી રૂા.30 લાખનાં ખર્ચે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલને અપાઈ હોવાનું રામભાઈએ જણાવ્યું હતું. લોકાર્પણ વિધી સમયે મનપાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદી, આર.એમ.ઓ.દુસરા સહિત ભાજપના અનેક અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતાં.
સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની આરોગ્ય વિષયક ઈમરજન્સી સારવારની સુવિધા વધે તે હેતુથી એમ્બ્યુલન્સ અપાઈ છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતુ કે, આરોગ્યલક્ષી સુવિધાઓો ઉતરોતર વધારો કરવા સરકાર ચિતીત છે અને તે અનુલક્ષીને ગઈકાલના બજેટમાં પણ રાજ્યને 500 એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. જેનો લાભ આગામી સમયમાં દર્દીઓને મળતો થઈ જશે.