For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂત્રાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વિભાગનું ઉદ્ઘાટન કરતા સાંસદ

11:21 AM Oct 05, 2024 IST | Bhumika
સૂત્રાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વિભાગનું ઉદ્ઘાટન કરતા સાંસદ
Advertisement

સૂત્રાપાડા ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે ડાયાલિસિસ વિભાગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સૂત્રાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે જ હવે ડાયાલિસિસ વિભાગ શરૂૂ થતાં ડાયાલિસિસના દર્દીઓને વેરાવળ-જૂનાગઢના ધક્કા નહીં ખાવા પડે અને સૂત્રાપાડામાં જ ડાયાલિસિસની સારવાર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ડાયાલિસિસમાં કિડની કામ કરતી બંધ થાય ત્યારે શરીરમાં ભેગા થતા બિનજરૂૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી, ક્ષાર અને એસિડ જેવા રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવાની, શુદ્ધિકરણ કરવાની પધ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે.

Advertisement

સૂત્રાપાડા તાલુકામાં ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ કરાવવા માટે વેરાવળ, જૂનાગઢના ધક્કા ખાવા પડતા હતા. તેમજ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડતો હતો. પરંતુ હવે સૂત્રાપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વિભાગ શરૂૂ કરવામાં આવતા હવે દર્દીઓને ઘરઆંગણે જ ડાયાલિસિસની સારવાર મળી રહેશે.

આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા, દિલીપભાઈ બારડ, માનસિંહભાઈ પરમાર સહિતના આગેવાનો તથા આરોગ્ય વિભાગના ડોક્ટરો, અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement