મોવિયા ગામે ‘નલ સે જલ’ના કામોમાં વ્યાપક ગેરરીતિ: ડીડીઓને રજૂઆત કરાઇ
ગોંડલના મોવીયા ગામે થયેલા ‘જલ સે નલ’ યોજના હેઠળના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે. ગામના જાગૃત આગેવાનો શૈલેષભાઇ હિરજીભાઇ ઠુંમર અને વાઘજીભાઇ વિરજીભાઇ પડારીયાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી તપાસ માંગી છે.
રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના વસ્તી અને વિસ્તાર માં સૌથી મોટા એવા મોવિયા ગામે સરકારશ્રીની એન.આર.ડી.ડબલ્યુ.પી. યોજના નલ સે જલ" (જલ જીવન મિશન) હેઠળ પ્રથમ મળેલ વહીવટી મંજુરી તથા ડી.ટી.પી.એસ. મંજુરી મુજબ રૂૂ.3,29,58,513.43 નું કામ મંજુર થયેલ જે કામનું ટેન્ડર મંજુર થતા મુખ્ય ઈજનેર વાસ્મો,ગાંધીનગર ના પુત્ર નંબર વાસ્મો/પીએમયું/ટેન્ડર પરચેઝ કમિટી/2021-22/27/1781/2021 તા.12/11/2021 મળેલ મજુરી મુજબ આ કામ 2.17% ઉંચાભાવે એટલેકે રૂૂ.3,36,73,713.17 નું કામ મંજુર કરી રામ ક્ધસ્ટ્રકશન- રાજકોટને સદરહુ કામ માટે તા.09/02/2022 થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો.
આ કામના પ્લાન એસ્ટીમેટ અને આપેલ વર્કઓર્ડર મુજબ મુખ્ય કામમાં ઓગમેન્ટેશન જનરલ ઇન સ્વર એરિયા ટેપ કનેકટીવીટી પાણી પુરવઠા યોજનામાં10 લાખ લીટર ભૂગર્ભ સંપ તેમજ પીવીસી અને ડી.આઈ.ઊં-7 પાઇપલાઇન તથા વાલ્વ ખરીદી, ખોદાણ-બૂરાણ, પાઈપ લાઈન ફીટીંગ તથા ધોડી ફીટીંગ,પંપરૂૂપ, પમ્પીંગ મશીનરી, ઘર કનેક્શન ફીટીંગ, ભીત સુત્રો, પારદર્શક બોર્ડ, વોટર ક્વોલીટીબોર્ડ નું કામ હતું.
ત્યાર બાદ આ કામમાં 9.43% નો વધારો મંજુર કરાવી રૂૂ.31,76,660.68 ના એક્સેસ/એકસ્ટ્રા અઈટમની મંજુરી મળેલ.જે એકસેસ/એકસ્ટ્રા અઈટમની વધારાના કામની ખરેખર કોઈજ જરૂૂરિયાત હતીજ નહીં તેમ છતાં માત્ર ભ્રષ્ટાચાર કરવાના હેતુ માટેજ ગામને વિશ્વાસમાં લીધા સિવાય સરપંય તથા તેની સાથેના મળતિયાઓ દ્વારા સાંઠગાંઠ કરી ખોટી માહિતી આપી આ વધારો મંજુર કરાવાયો હોવાનો આક્ષેપ કરાયો છે.પરંતુ આ મંજુર થયેલ કામને બે(વર્ષથી) વધારે સમય વીતી ગયેલ હોવા છતાં હજુ સુધી મોટા ભાગનું કામ સાવ અધૂરું છે અને જે કામ થયેલ છે તે પણ કોઇપણ પ્રકારના લાઇન-લેવલ વિના સાવ આડેધડ થયેલ છે જેમાં પ્લાન એસ્ટીમેટ મુજબ કોઇ કામ થયેલ નથી અને હાલ સુધીમાં થયેલ તમામ કામ એકદમ નબળી કક્ષાનું થયેલ છે.
આ થયેલ કામથી ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓ ઉભી થયેલ છે. સબબ, મોવિયા ગામે સરકારની એન.આર.ડી.ડબલ્યુ.પી. યોજના નલ સે જલ (જલ જીવન મિશન) હેઠળ મંજુર થયેલ કામમાં હાલ સુધીમાં થયેલ કામમાં ઊંડાણ પુર્વક સધન તપાસ કરી કામમાં સરકારી નાણાની બગાડ કરનાર અને ભ્રષ્ટાચાર કરનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી સખ્ત પગલા ભરવા અને સરકારી નાણાની પરત વસુલ કરવા અને દીપિતીને કડક રાજા કરવા સત્વરે કાર્યવાહી કરવા શૈલેષભાઇ ઠુંમર અને વાઘજીભાઇ પડારીયાએ માંગ કરી છે.
ગેરરીતિમાં સરપંચની સંડોવણીનો આક્ષેપ
હાલ સુધીમાં થયેલ કામમાં મોટા પાયે ભ્રષ્ટાયાર થયેલ છે અને હાલના પાણી સમિતિના અધ્યક્ષ અને સરપંચ તથા તેની સાથેના મળતિયાઓ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ વાપો ઓફીસ રાજકોટના એન્જીનીયર સાથે મિલીભગત કરી આ કામની જોગવાયોને નેવે મૂકી પોતાની મનમાની કરી અધૂરું કામ અને નબળું કામ હોવા છતાં થયેલ કામ કરતા વધુ કામ બતાવી કરોડો રૂૂપિયાનો ખર્ચ ઉધારેલ છે. તેમજ આ કામમાં જે એકક્સેસ/એકસ્ટ્રા અઈટમની વધારાનું કામ મંજુર થયેલ છે તે મુજબ તો ખરેખર એકપણ કામ થયેલ જ નથી તેમ છતા આ કામના પણ ખર્ચ કરવામાં આવેલ છે.