દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ઔધોગિક એકમો વચ્ચે મતદાર જાગૃતિ અંગે એમ.ઓ.યુ. કરાયા
લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવી અને મહત્તમ સંખ્યા મતદાન કરવા પ્રેરાય તે હેતુ મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્ય કક્ષાએ અગત્યના વિભાગો, સંગઠનો સંસ્થાઓ ઔદ્યોગિક એકમો સાથે મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓ માટે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે. જિલ્લા તથા તાલુકા કક્ષાએ પણ સ્થાનિક કક્ષાની અગત્યની સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કક્ષાએ પણ મતદાર જાગૃતિ અંગેની અસરકારક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જામનગર જી.આઈ.ડી.સી. રીજીયોનલ મેનેજર વચ્ચે એમ.ઓ.યુ. થયા હતા. આ એમ.ઓ.યુ. થકી ઔદ્યોગિક એકમો અને તેની સાથે સંકળાયેલા કામદારો તથા શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિની પ્રવૃતિઓમાં સહભાગી થાય તેમજ મતદાન કરે તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવશે.