For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વાહનચાલકો કલાકે ચૂકવે છે 55 લાખ ટોલટેક્સ

03:48 PM Feb 14, 2025 IST | Bhumika
ગુજરાતમાં વાહનચાલકો કલાકે ચૂકવે છે 55 લાખ ટોલટેક્સ

Advertisement

1 વર્ષમાં 4851 કરોડની ચૂકવણી સાથે દેશમાં ગુજરાત બીજા નંબરે, યુપી પ્રથમ સ્થાને

Advertisement

ગુજરાતમાં નેશનલ હાઇવે પર વાહનચાલકોએ એક વર્ષમાં રૂૂપિયા 4851.04 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. નેશનલ હાઇવેમાં એક વર્ષમાં વાહનચાલકોએ સૌથી વધુ ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 6695 કરોડ સાથે મોખરે જ્યારે ગુજરાત 4851 કરોડ સાથે બીજા સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતમાં વાહનચાલકો પ્રતિ કલાકે સરેરાશ રૂૂપિયા 55 લાખનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે.

ગુજરાતમાં વિવિધ નેશનલ હાઇવે આવેલા છે. જેમાં નેશનલ હાઇવે 8 અમદાવાદ-લિંબડી-મોરબી-કંડલા, નેશનલ હાઇવે 8બી રાજકોટ-ગોંડલ-જેતપુર-પોરબંદર, નેશનલ હાઇવે 8સી ચિલોડા-ગાંધીનગર-સરખેજ, નેશનલ હાઇવે 56 રાજસ્થાનના ચિત્તોડગઢથી વાપીને, નેશનલ હાઇવે 51 ઓખા-દ્વારકા-ભોગાત-ગણદેવી-પોરબંદર-માંગરોળ-વેરાવળ-સોમનાથને મુખ્યત્વે જોડે છે. આ સિવાય નેશનલ હાઇવે 27, 47, 58, 4, 147, 147ડી, 148એમ, 151 પણ ગુજરાત સાથે જોડાય છે.

નેશનલ હાઇવેથી સૌથી વધુ કમાણી કરાવી આપતા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 6695.40 કરોડ સાથે મોખરે, રાજસ્થાન 5549.48 કરોડ સાથે બીજા જ્યારે મહારાષ્ટ્ર 5002 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. આ સ્થિતિએ ઉત્તર પ્રદેશના નેશનલ હાઇવેથી પ્રતિ દિવસે વાહનાચાલકો સરેરાશ 18 કરોડનો ટોલ ટેક્સ ચૂકવે છે. ગુજરાતના નેશનલ હાઇવેમાં ટોલ ટેક્સથી થતી આવકમાં પાંચ વર્ષમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.

2019-20માં ટોલ ટેક્સથી રૂૂપિયા 2983.91 કરોડની આવક થઇ હતી જ્યારે 2023-24માં વધીને રૂૂપિયા 4851 કરોડ થઇ ગઇ છે. જોકે, આટઆટલો ટોલ ટેક્સ ચૂકવવા છતાં ચોમાસા દરમિયાન વાહનચાલકોને ખખડધજ રસ્તાથી ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ગુજરાતના અનેક નેશનલ હાઇવેની હાલત એવી થઇ ગઇ હતી કે 3 કિલોમીટરનું અંતર કાપવામાં પણ 1 કલાકથી વધુનો સમય થઇ જતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement