હળવદના ઢવાણા નજીક ડમ્પરના ચાલકે રિવર્સ લેતા ઘવાયેલા બાઈકચાલકનું મોત
હળવદ નજીક અનેકવાર અકસ્માતો સર્જાય છે ત્યારે હળવદ તાલુકાના કવાણા ગામના પાટિયા પાસે ડમ્પરના ચાલકે બેદરકારી પૂર્વક ચલાવી રિવર્સ લેતા તેની ઠોકરે બાઈનકે ઉલાળતા બાઈકના ચાલક રસ્તા પર ફંગોળાયા હતાં અને તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ડમ્પરના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે ડમ્પર ચાલકે બેદરકારી પૂર્વક ચલાવી પાછળ રિવર્સમાં લેતા બાઈક ચાલકને કચડી નાખતા તેમનું મોત નીપજ્યું હતું. ઢવાણા ગામના પાટીયા પાસે ડમ્પર નંબર જીજે-03-બીવી-8507ના ચાલકે ડમ્પર રીવર્સમાં લેતા બાઈક ચાલક લાભુભાઈ ઓળકીયાને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો. ઘટના અંગે મૃતકના પુત્ર સવજીભાઈ લાભુભાઈ ઓળકીયાએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.