મૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના માતા-પુત્ર બાઇક લઇને તા. 9-6-2025ને સોમવારે સવારે થાન લૌકિકે જતા હતા. ત્યારે મૂળી તાલુકાના જેપર ગામના પાટીયા પાસે પૂરપાટ આવતા ટ્રેક્ટરના ચાલકે બાઇકને ટ્રેક્ટર ભટકાડી અકસ્માત કરતા માતા-પુત્રના કરૂૂણ રોહિતનો મોબાઇલ સાવ તૂટી ગયો હતો.
થાનગઢ ડોક્ટર દ્વારા રોહિતના મોબાઇલમાંથી સીમ કાર્ડ કાઢીને પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે આ સમગ્ર બનાવની જાણ થયાની મૃતકના ભાઇ વિપુલભાઈએ જણાવ્યું હતું. હતા. મૃતકના પિતાએ ટ્રેક્ટરચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતક દીકરાના પિતાને બાઇક ન આવડતું હોવાથી અને મજૂરીકામ હોવાથી તેઓ લૌકિક ન જતા તેમનો બચાવ થયો હતો. ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના 48 વર્ષના ગેલાભાઈ નરશીભાઈ માલકીયા મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.ગેલાભાઈને પરિવારમાં પત્ની ગીતાબેન, દીકરી રમાબેન, દીકરો વિપુલભાઈ, દીકરી પૂજાબેન, દીકરી આશાબેન અને સૌથી નાનો દીકરો રોહિતભાઈ છે. ત્યારે ગીતાબેનના થાનગઢમાં રહેતા બહેનના પતિનું અવસાન થતા તેમની લૌકિક ક્રિયા માટે થાન સોમવારે જવાનું થયું હતું.
પરંતુ ગેલાભાઈને બાઇક આવડતું ન હતું અને મજૂરીકામે જવાનું થયું હતું. આથી પરિવારમાં અંદાજે 40 વર્ષના ગીતાબેન અને 18 વર્ષનો દીકરો રોહિત બાઇક લઇને સોમવારે સવારે થાનગઢ તરફ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં મૂળી તાલુકાના જેપર ગામના પાટીયા પાસે ટ્રેક્ટરના ચાલકે રોહિતના બાઇક સાથે ટ્રેક્ટર ભટકાડીને અકસ્માત કરી ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યો હતો.પરંતુ આ અકસ્માતમાં ગીતાબેન અને રોહિતને ઇજાઓ પહોંચતા 108 દ્વારા થાનની હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં ગંભીર ઇજાઓના કારણે ગીતાબેન અને રોહિતનું મોત થયું હતું. ત્યારે માત-પુત્રના મોતથી નાના એવા પીપળા ગામ તેમજ માલકીયા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ બનાવમાં મૃતકના પિતા ગેલાભાઈ નરશીભાઈ માલકીયાએ ટ્રેક્ટરના ચાલક સામે મૂળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.