રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાં બેફામ ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં માતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત, ડ્રાઇવર ફરાર

06:45 PM Dec 11, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં બેફામ ડમ્પરે એકટીવાને અડફેટે લેતા માતા-પુત્રીનું મોત થયું. હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારમાંથી 2 લોકોના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું. આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ 40 વર્ષીય મહિલા મલ્લિકા કિરણભાઈ ગોસ્વામી અને 7 વર્ષીય જાન્વી ગોસ્વામીનું અકસ્માત મોત થયું છે. માતા પુત્રી ભાડજ ખાતે ક્રિષ્ના રો હાઉસમાં રહે છે. બપોરે 1 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. એક મિક્ષર ટ્રકે આવીને એક્ટિવાને અડફેટે લેતાં માતા-દીકરી ડમ્પરના ટાયર નીચે ફસાયાં હતાં અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો કરુણ હતો કે આસપાસના લોકો પણ ફફડી ઊઠ્યા હતા. આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગંભીર અકસ્માતના કારણે તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આવી જ ઘટના આજ સવારે બની હતી. શહેરમાં વાસણામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિપર મશીને ફુટપાથ પર રહેતા દંપતીને કચડયા હતાં. આ અકસ્માતમાં એક પત્નીનું મોત થયું છે. જ્યારે એક પતિ ઇજાગ્રસ્ત થયો હતો.

 

 

 

Tags :
AhmedabadAhmedabad accidentAhmedabad newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement