રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોત

01:12 PM Jan 01, 2025 IST | Bhumika
Advertisement

રાજસ્થાનથી દ્વારકા દર્શને જતા પરિવારને ભાટિયા નજીક અકસ્માત નડયો: અન્ય બે ઇજાગ્રસ્ત

Advertisement

ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે એક ઇનોવા મોટરકાર તેમજ ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા કારમાં જઈ રહેલા પર પ્રાંતિય માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે મુસાફરોને પણ ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાનથી દ્વારકા દર્શનાર્થે આવી રહેલા એક પરિવારની ઇનોવા મોટરકારમાં પરિવારના સદસ્યો જ્યારે ખંભાળિયાથી દ્વારકા તરફ જતા હાઈવે માર્ગ પર ભાટીયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર રહેલા ટ્રોલી સાથેના એક ટ્રેક્ટર સાથે ઇનોવા મોટરકાર ધડાકાભેર ટકરાઈ હતી.
આ જીવલેણ ટક્કરમાં મોટરકારમાં જઈ રહેલા 54 વર્ષીય રાધારાણીબેન તેમજ તેમની 28 વર્ષની પુત્રી દિવ્યાબેનના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મુસાફરોને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માતા-પુત્રીના બંને મૃતદેહને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2025 ના આજે પ્રથમ દિવસે પરપ્રાંતિય શ્રદ્ધાળુઓ સાથે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ સંદર્ભે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ફરિયાદ નોંધવા સહિતની જરૂૂરી તજવીજ હાથ ધરી છે.

Tags :
accidentcar-tractor accidentdeathgujaratgujarat newsKhambhaliya-Dwarka road
Advertisement
Next Article
Advertisement