For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમૃદ્ધ ગુજરાતમાં એક વર્ષમાં 9 હજારથી વધુ આત્મહત્યા

01:41 PM Dec 06, 2023 IST | Sejal barot
સમૃદ્ધ ગુજરાતમાં એક વર્ષમાં 9 હજારથી વધુ આત્મહત્યા

ભારતમાં સૌથી સમૃદ્ધ રાજયો પૈકીના એક ગુજરાતનુ વિકાસ મોડેલ વિશ્ર્વભરમાં રજુ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં પણ વિવિધ સમસ્યાઓ સબબ છેલ્લા એક વર્ષમાં 9 હજારથી વધુ લોકોએ આત્હત્યા કરી છે. ગુજરાતમાં સમૃદ્ધિ સાથે દેખાદેખી, પારિવારિક ઝઘડા, લગ્નમાં વિલંબ, આર્થિક બોજ સહિતના કારણોસર લોકો આત્મહત્યા કરી રહ્યા છે.
આત્મહત્યા કરવા પાછળ મોટાભાગના કેસમાં કૌટુંબિક સમસ્યા , પ્રેમ પ્રકરણ અને બિમારી જવાબદાર પરિબળ હોવાનું સામે આવ્યું છે. ગઈછઇના અહેવાલ મુજબ રાજ્યમાં એક વર્ષમાં 9002 વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં 6258 પુરુષ, 2742 મહિલા અને બે ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.
વર્ષ 2021માં ગુજરાતમાંથી 8789 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આમ વર્ષ 2021 કરતા 2022માં આત્મહત્યા કરનારાના પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાતમાં એક વર્ષમાં 1761 હાઉસવાઈફે આત્મહત્યા કરી હતી. વર્ષ 2021માં હાઉસવાઈફ દ્વારા આત્મહત્યાનું પ્રમાણ 1820 હતું, 337 વિદ્યાર્થી અને 374 વિદ્યાર્થીનીઓ એમ કુલ 744 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી.
લગ્નના કારણે કુલ આત્મહત્યા કરનારા 367 છે.
જેમાં 225 પુરુષ અને 142 મહિલાઓ છે. જેમાં લગ્નેતર સંબધને કારણે 50 પુરુષ- 36 મહિલા, છૂટાછેડાના કારણે 61 પુરુષ-33 મહિલા જ્યારે લગ્નમાં વિલંબને કારણે 66 પુરુષ- 38 મહિલાઓએ આત્મહત્યા કરી છે.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement