For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા

03:50 PM Jul 12, 2025 IST | Bhumika
ધો 12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જૂલાઈ 2025માં લેવાયેલ ધો.12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 41.56 ટકા જાહેર કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત રાજયભરમાં આ પૂરક પરીક્ષામાં 19251 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 16789 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જે પૈકીના 6978 વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બનેલ છે.

Advertisement

આ પૂરક પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ ઉંચુ આવેલ છે. જેમાં ગ્રુપવાર-જાતિવાર પરિણામ જોઈએ તો વિદ્યાર્થીઓના એ ગ્રુપમાં 2639માંથી 2405 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1097 વિદ્યાર્થીઓ પાસ થતા તેનું પરિણામ 45.61 ટકા આવેલ છે. જયારે બી ગ્રુપમાં 6393 માંથી 5850 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2167 વિદ્યાર્થીઓ પાસ થતા બી ગ્રુપનું પરિણામ 37.04 ટકા આવેલ છે. આ ઉપરાંત એબી ગ્રુપમાં નોંધાયેલા 8માંથી 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2 વિદ્યાર્થી પાસ થતા એબી ગ્રુપનું 28.57 ટકા પરિણામ આવેલ છે.

આવી જ રીતે વિદ્યાર્થીનીઓના એ ગ્રુપમાં નોંધાયેલા 849 માંથી 730 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી 355 વિદ્યાર્થીનીઓ પાસ થતા આ ગ્રુપનું પરિણામ 48.63 ટકા આવેલ છે. તેમજ બી ગ્રુપમાં નોંધાયેલા 9360 માંથી 6796 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 3356 વિદ્યાર્થીનીઓ પાસ થતા આ ગ્રુપનું પરિણામ 43.05 ટકા આવેલ છે. જયારે એબી ગ્રુપમાં 2 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થી પાસ થતા વિદ્યાર્થીઓના એબી ગ્રુપનું 100 ટકા પરિણામ આવેલ છે.

Advertisement

આ પૂરક પરીક્ષામાં ગ્રુપવાર પરિણામ પર નજર ફેરવીએ તો એ ગ્રુપમાં 1452 વિદ્યાર્થીઓ પાસ થતા તેનુ પરિણામ 46.32 ટકા બી ગ્રુપમાં 5523 વિદ્યાર્થીઓ પાસ થતા તેનુ પરિણામ 40.47 ટકા તેમજ એબી ગ્રુપમાં 3 વિદ્યાર્થી પાસ થતા તેનું પરિણામ 37.50 ટકા આવેલ છે. માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં પાસ થયા હોય પરંતુ પરિણામ સુધારવા ઇચ્છતા હોય તેવા 7,547 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,735 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું છે જ્યારે 1,812 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement