For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે 4000થી વધુ લોકોનું સાઈક્લિગં

04:32 PM Apr 07, 2025 IST | Bhumika
રાજકોટને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે 4000થી વધુ લોકોનું સાઈક્લિગં

વાતાવરણ અને શરીરને તંદુરસ્ત રાખવા સાઈકલીંગ કરવા સાંસદનું આહ્વાન : એક-એક વૃક્ષ વાવવા માટે સ્પર્ધકોએ સંકલ્પ લીધા

Advertisement

રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા થિયા થીયરી ઓફ એજ્યુકેશન CYCLOFUN 2025 નું આત્મીય યુનિવર્સિટી ના પટાંગણમાં અનેરું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાયક્લિંગ ઇવેન્ટમાં 14 વર્ષથી લઈને 82 વર્ષ સુધીના રાજકોટના 4000 લોકોએ 21 કિલોમીટર સાયકલિંગ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓએ પોતાની 21 સળ ની સાઇકલિંગ રાઇડ વિના વિઘ્ને પૂરી કરી હતી.
આત્મીય યુનિવર્સિટીના મેદાનમા રાઇડર્સનો ઉત્સાહ વધારવા ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવક સેવા અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટના લોકલાડીલા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડી.વી. મહેતા - પ્રમુખ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસીએશન, અજય પટેલ મંત્રી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસીએશન તેમજ પરિમલ પરવડા ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવો નું રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના સભ્યો દ્વારા પુષ્પ અને ખાદી ના રૂૂમાલ થકી સમુચિત સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

પ્રમુખ દિવ્યેશ અઘેરાએ સ્વાગત અને આભારને પોતાના વક્તવ્યમાં સાંકળીને જણાવ્યુ હતું કે રાજકોટ સાયકલ ક્લબની આ સતત આઠમી ઈવેન્ટ છે. કોરોના કાળમાં પણ વર્ચ્યુઅલ સાયકલોફન 2020-2021 માં યોજી હતી જેમાં 16 દેશના લગભગ 16000 જેટલા સાયકલીસ્ટ એ ભાગ લઈને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો હતો. અઘેરાએ ટ્રાફિક પોલીસનો નસેવા માટે અને આત્મીય યુનિવર્સિટીનો ગ્રાઉન્ડ તથા અન્ય સુવિધાઓ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવીયાએ સાયકલિંગનું મહત્વ સમજાવતા ઉપસ્થિત સાયકલ સવાર ને માત્ર આજે નહીં પરંતુ દર રવિવારે સાઇકલિંગ કરવા માટે આહવાન આપ્યું હતું.

21 કિલોમીટરના આ રૂૂટ ઉપર કુલ 21 જેટલા ડોમ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં સતત મ્યુજિક ગુંજતું રહ્યું અને સાયકલિસ્ટનું જોમ વધતું ગયું. સાથોસાથ રુટ ઉપર ડીજે વેન લાઈવ મ્યુઝિક સાથે સાઇકલીસ્ટની સાથે રહેલ અને સૌના ઉમંગમાં ઉમેરો કરેલ. વધુમાં કોઈપણ સાયકલિસ્ટની સાયકલમાં કાંઈ પંચર પડે કે બ્રેક ફેલ થાયતો તે માટે પણ રીપેરીંગ ની આખી ટીમ ખડે પગે રાખવામાં આવી હતી. સાયકલિસ્ટની સાથે કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયા, સાંસદ રૂૂપાલા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, , રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. મુદગલે પણ સાયકલિંગ કર્યું હતું.

20 સાયકલિસ્ટને સાઇકલ ની ભેટ આપવામાં આવી હતી.તમામ સાયકલીસ્ટોના નામ જોગ એક વૃક્ષ નું વાવેતર કરવાનું અને તેનું જતન કરવાનું વચન વૃક્ષપ્રેમી અને સદભાવના વૃધ્ધાશ્રમ ના સંચાલક વિજય ડોબારિયાએ આપ્યું છે.
આ ઈવેન્ટને સપોર્ટ કરનાર થીઓ થીયરી ઓફ એજ્યુકેશનના અચ્યુત જસાણી, ગોપાલ નમકીનવાળા બિપિન હદવાણી - ચંદુભાઇ ખાનપરા, ગઈઈ કમાન્ડર લોગનાથન, સદભાવના વૃધ્ધાશ્રમના સંચાલક વિજયભાઇ ડોબરિયા- ધીરુભાઈ કાનાબારનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન્કર પરેશ વડગામા અને આરજે જય સાકરીયા કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement