અંબાજીની વેકરી પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને ફૂડ પોઈઝનીંગ, એકનું મોત
અંબાજીના વેકરી ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 30થી વધારે બાળકોને જમ્યા બાદ ફુડપોઈઝનીંગ થઈ જતાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. અન્ય ત્રણની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ખેડબ્રહ્માની સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં વાલીઓ અને આરોગ્ય વિભાગ તાત્કાલીક સ્કૂલ ખાતે દોડી આવ્યા હતાં.
અંબાજીમાં આશ્રમશાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માકડી ખસેડવામાં આવ્યા છે. અંબાજીમાં ફૂડ પોઇઝનિંગથી બાળકનું મોત થયું છે. આશ્રમશાળાના બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. 30થી વધુ બાળકોને સારવાર અર્થે માંકડી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે ત્રણ બાળકોને વધુ સારવાર અર્થ ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા છે.
વેકરી પ્રાથમિક શાળામાં 30 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે બીજા બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. આશ્રમશાળાના બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ છે.
આશ્રમ શાળામાં ફુડપોઈઝનીંગ ઘટના બનતા જિલ્લાનું આરોગ્ય વિભાગ અને ફુડ વિભાગ પણ તાત્કાલીક દોડી આવ્યું હતું. બાળકોને પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.