For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણીની ફરજમાંથી મુક્તિ માટે 200થી વધુ કર્મચારીઓએ મેડિકલ સર્ટિ.રજૂ કર્યા

05:19 PM Mar 06, 2024 IST | Bhumika
ચૂંટણીની ફરજમાંથી મુક્તિ માટે 200થી વધુ કર્મચારીઓએ મેડિકલ સર્ટિ રજૂ કર્યા
  • એડિશનલ કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા સરકારી ડોકટરની પેનલ બનાવી: ખોટા સર્ટિ. રજૂ કરનારા સામે તોળાતા આકરા પગલાં

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી ફરજ માટે રાજકોટ જિલ્લાની 1900થી વધુ સરકારી કચેરીઓમાંથી 19000 થી વધુ કર્મચારીની ડેટા એન્ટ્રી કરી લેવામાં આવી છે ત્યારે ચૂંટણી ફરજમાંથી ગુટલી મારવા માટે રાજકોટ શહેર જિલ્લાની અનેક સરકારી કચેરીઓમાં ફરજ બાવતાં 200થી વધુ કર્મચારીઓએ મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરતાં જિલ્લા કલેકટર ચોંકી ઉઠયા હતાં અને સર્ટીફીકેટની ખરાઈ કરવા માટે એડીશ્નલ કલેકટર તેમજ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પેનલ બનાવી સર્ટીફીકેટ રજૂ કરનાર તમામ સરકારી કર્મચારીઓની સરકારી ડોકટર પાસે ચકાસણી કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. બોગસ સર્ટીફીકેટ રજૂ કરનાર સરકારી કર્મચારીઓ સામે આકરા પગલાં પણ લેવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોષી, એડીશ્નલ કલેકટર ચેતન ગાંધી, મુખ્ય ચૂંટણી અધિકારી નારણ મુછાર દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવા ટાણે ચૂંટણીની કામગીરીમાંથી ગુટલી મારવા માટે રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં 200થી વધુ કર્મચારીઓએ મેડીકલ સર્ટીફીકેટ ચૂંટણી અધિકારીને મોકલી આપ્યા છે.

રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતાં 200થી વધુ કર્મચારીઓમાં કોઈએ લો બીપી, કોઈ એ હાઈ બીપી, કોઈએ હૃદય રોગ, કોઈ એ બેક પેઈન, કમરનો દુ:ખાવો, ડાયાબીટીસ જેવા સર્ટીફીકેટ રજૂ કરી ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવવા માંગણી કરી છે. એક તરફ ચૂંટણીની ફરજ માટે સ્ટાફની ઘટ છે ત્યારે 200થી વધુ કર્મચારીઓએ સર્ટીફીકેટ રજૂ કરતાં ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ એડીશ્નલ કલેકટર ચેતન ગાંધી, ચૂંટણી અધિકારી નારણ મુરછા અને સિવિલ હોસ્પિટલનાં સરકારી ડોકટરની એક પેનલ બનાવવામાં આવી છે. જેમાં સર્ટીફીકેટ રજૂ કરનાર તમામ સરકારી કર્મચારીઓની શારીરિક ચકાસણી સિવિલ હોસ્પિટલનાં ડોકટરની પેનલ દ્વારા કરવામાં આવશે અને જો કોઈ સરકારી કર્મચારીએ બોગસ સર્ટીફીકેટ રજુ કર્યુ હશે તો તેઓની સામે આકરા પગલાં લેવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

ચૂંટણી પંચ દ્વારા 19576 સરકારી કર્મચારીઓની ડેટા એન્ટ્રી કરી
રાજ્યના ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લાના ચૂંટણી અધિકારી નારણ મુછાર સહિતના સ્ટાફે રાજકોટ જિલ્લાની 1900 થી વધુ સરકારી કચેરીઓ પાસેથી કર્મચારીઓની માહિતી મંગાવી હતી. જેમાં રાજકોટ શહેર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, સેન્ટ્રલ ગર્વમેન્ટની કચેરી, બોર્ડ નિગમ, બેંકો પાસેથી તેમના કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી હતી. જેમાં 19576 કર્મચારીઓની માહિતી ચૂંટણી અધિકારીને મળી જતાં તમામની ચૂંટણી પંચની વેબસાઈટમાં ડેટા એન્ટ્રી કરી દેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement