તલાટી મંત્રીની એક જગ્યા માટે 200થી વધુ ઉમેદવારો વચ્ચે હરિફાઇ
13 દિવસમાં 5 લાખથી વધારે ફોર્મ ભરાયા: તારીખમાં વધારો કરવા માંગ
રાજય સરકારના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની ભરતી માટે 2389ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ગઇકાલે ફોર્મ ભરવાના અંતી દિવસે 5 લાખથી વધારે અજી આવી હતી જેથી એક જગ્યા માટે અંદાજે 200થી વધારે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. જો કે હજી ઘણા ઉમેદવાો ફોર્મ નહીં ભરી શકતા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવા માટે માંગણી કરી રહ્યા છે.
હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. મંગળવારે છેલ્લો દિવસ હોવાથી મોડી રાતના 12 વાગ્યા સુધી ઉમેદવારોએ તલાટીના ફોર્મ ભર્યા હતાં. તલાટીની 2389 જગ્યાઓ ખાલી પડી છે ત્યારે 5 લાખથી વધુ બેરોજગારોએ અરજી કરી હતી, આ સાથે જ વિકસીત ગુજરાતમાં બેરોજગારીની અસલિયત ખુલ્લી પડી હતી.
એક બાજુ ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે અને ગ્રામ પંચાયતોને સુદ્દઢ બનાવવા માટે સરકારે તલાટીની ભરતી શરૂૂ કરી છે. તમને જણાવી દઈએ કે છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી. તે પછી અનેક ગામમાં તલાટીની ખોટ હોવા છતાં ભરતી કરવામાં આવી નહોતી. આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 2389 તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે 26મી મેથી કોર્મ ભરવાનું શરૂૂ થયુ છે. 10મી જૂનની મોડી રાત ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી તે જોતાં ઉમેદવારીએ રાતના 12 વાગ્યા સુર્ષી ફોર્મ ભર્યા હતાં.
તલાટીના ફોર્મ ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો, જેના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો તલાટીના ફોર્મ ભર્યા હતા. મંગળવારે બપોર સુધીમાં તલાટી માટે 5 લાખથી વધુ અરજીઓ આવી હતી. જે પૈકી 3.80 લાખ જેટલી અરજીઓ ક્ધફર્મ થઈ છે. 3 લાખથી વધુ ઉમેદવારોએ તો પરીક્ષા ફી સુધ્ધા ભરી દીધી છે. તલાટી માટે કુલ ફોર્મ કેટલાં ભરાયાં તે બુધવારે મોડી સાંજ સુધીમાં ખબર પડશે. જે રીતે ફોર્મ ભરાર્યો છે તે જોતાં તલાટીની પ્રત્યેક એક જગ્યા માટે 200 ઉમેદવારો પરીક્ષાના મેદાને છે.