સોમનાથમાં વેકેશનનાં બે માસમાં 15 લાખથી વધુ ભાવિકોએ શિશ નમાવ્યું
સોમનાથ મહાદેવ મંદિરે ઉનાળુ વેકેશન દરમિયાન શ્રધ્ધાળુઓ અને પર્યટકોની ભારે ભીડ રહી છે. બે માસમાં સોમનાથમાં 15 લાખ 29 હજાર જેટલા શ્રધ્ધાળુઓએ મહાદેવને શીશ નમાવી દર્શન કર્યા હતા. સોમનાથ વોક-વે, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, ભાલકા તીર્થ સહિત સર્વત્ર સ્થળે પ્રવાસીઓની ભીડ રહી હતી. વેકેશન છેલ્લા શનિ-રવિ લોકોએ મનભરીને માણ્યા હતા.. જેમા તા.1મેથ 31 મે દરમિયાન 8,15000, અને એપ્રિલમાં 7,14000 લોકોએ સોમનાથના દર્શન કર્યા હતા. સોમનાથના ખાનગી ગેસ્ટહાઉસો, ભોજનાલયો, વિનામૂલ્યે અન્નક્ષેત્ર, પ્રસાદીઘરો, વોક-વે, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર-ભાલકા તીર્થ સર્વત્ર સ્થળે ભારે ભીડ રહી હતી.
એસ.ટી., ખાનગી ટ્રાવેલ્સ, રેલવે, ચાંદલા કરનારા સર્વત્ર વેકેશનના છેલ્લા ગાળામાં તેજીનો ચમકારો રહ્યો હતો. દર્શન કરવા કે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા કે સોમનાથ મંદિરની પસાદી ખરીદવા લાંબી-લાંબી લાઈનો થઈ હતી. વેકેશન ખુલવા પહેલાના શનિ-રવિની રજા, માવઠાનો વરસાદ બંધ હતો તેમજ યાત્રિકો માટે વંદે ભારત અદ્યતન ટ્રેન શરૂૂ થતા લોકો સપરિવાર સોમનાથ, દિવ, સાસણ, દ્વારકા સર્કિટ યાત્રા-પ્રવાસ સર્કિટ બનાવી સોમનાથમા ઉમટયા હતા. પાર્કિંગમાં વાહનોના થપ્પા લાગ્યા હતા. ખાણી-પીણીના સ્ટોલો ભરચક્ક રહ્યા હતા.