તારાપુર-બગોદરા હાઈવે પર 115થી વધુ દબાણો દૂર કરાયા
વાસદથી બગોદરા 6 લેન માર્ગ પર તારાપુર ગામની નાની ચોકડીથી મોટી ચોકડી સુધીના 1 કિમીના વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરેલા કાચાપાકા દબાણો દૂર કરીને માર્ગને ચોતરફ 10 મીટર પહોળો કર્યો હતો સવારથી બપોરના 4 વાગ્યા સુધી હાથ ધરેલા ઓપરેશન દરમિયાન 8 કલાકમાં 115થી વધુ કાચાપાકા દબાણો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામા આવ્યા હતા તારાપુર ગામની નાની ચોકડીથી મોટી ચોકડી સુધી 6 લેન માર્ગ પર ગેરકાયદે દબાણોના રાફડાને કારણે વારંવાર અકસત સર્જાતા હતા જેને ધ્યાને લઈને વાહનચાલકોની સુરક્ષા ધ્યાને લઈને રોડ સેફ્ટી અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની તાકીદ માર્ગ મકાન વિભાગ સહિત તંત્રને કરવામાં આવી હતી જેથી માર્ગ મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા 150થી વધુ દબાણકારોને નોટીસ પાઠવીને સ્વેચ્છા દૂર કરવા જણાવ્યું હતું જેમાં કેટલાક લોકો હટાવી લીધા હતા જ્યારે જે લોકો દબાણ દૂર કર્યા ન હતાં તેઓના દબાણો દૂર કરવા માટે મંગળવારે સવારે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તથા પોલીસને સાથે રાખી કાચાપાકા દબાણો હટાવવામા આવ્યા હતાં. આઠ જેસીબી, પાંચ ટ્રેક્ટરોની મદદથી સરકારી જમીનો પરના દબાણોનો સફાયો કરી દેવાયો હતો.
ગત 19મીના રોજ સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે તારાપુર મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા વહગીવટી તંત્રની મીટીંગ યોજવામાં આવી હતી તથા અલગ અલગ વિભાગો દ્વારા સરકારી જમીન ઉપરના દબાણો નક્કી કરી નોટીસો, આપવામાં આવી હતી. આખા ગામ સહિત મોટી ચોકડી વિસ્તારમાં મોબાઈલવાન ફેરવી માઈક દ્વારા સ્વૈચ્છિક દબાણો હટાવી લેવા સુચના આપવામાં આવી હતી. નોટીસો આપ્યા બાદ પણ દબાણકારો દ્વારા દબાણના હટાવાતા તારાપુર મામલતદાર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરતા મોટી ચોકડી ઉપર બંને તરફ, સર્કલની ફરતે તથા નાની ચોકડીથી મોટી ચોકડી ઉપરના કાચા પાકાદબાણો તથા કેબીનો હટાવી માર્ગ પહોળો કરવામા આવ્યો હતો.