રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડ્રગ્સના દૂષણને નાથવા 11 હજારથી વધુ ખેલૈયાઓએ લીધા શપથ

04:00 PM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શી ટીમ અને 181 અભયમની ટીમોની સરાહનીય કામગીરી: ગરબીઓમાં મહિલાઓ-બાળાઓને સોશિયલ મીડિયાથી બનતા બનાવો અંગે કર્યા સાવચેત

એરપોર્ટ અને ભક્તિનગરની શી ટીમે ગરબીની બાળાઓને અભ્યાસની કિટ આપી લ્હાણી વિતરણ કર્યુ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.

રાજકોટ તાલુકા પીઆઇ ડી. એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ શી ટીમ ના ધારાબેન ચુડાસમા, સંજયભાઈ, પુષ્પાબેન અને જાનકીબેન, રવિનાબેન દ્વારા યુવી કલબમાં ગરબા રમવા આવેલા 5000 જેટલા ખેલૈયાઓ તેમજ ખોડલધામ વેસ્ટ ઝોનમાં 6000 હજારથી વધુ ખેલૈયાઓને શી ટીમ વિશે માહિતી આપેલ તેમજ સાયબર અવરનેશ 1930 વિશે માહિતી આપેલ અને નવરાત્રી દરમ્યાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે માહિતી આપેલ તેમજ એસઓજીના એએસઆઈ ધર્મેશભાઈ ખેર અને સ્ટાફે ડ્રગ્સ વિરોધી શપથ લેવડાવ્યા હતા.
શહેરની મુરલીધર સ્કૂલ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંગે વિદ્યાર્થી તેમજ વાલીઓને માહિતી આપી વિદ્યાર્થીનીઓ ને ગુડ ટચ તથા બેડ ટચ ની સમજ આપી સોશિયલ મિડિયાથી બનતા બનાવો અંગે સાવચેત રહેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન બી ડિવિઝન લોકેશન વાનના કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી અને કોન્સ્ટેબલ સરસ્વતીબેન મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ એસીપી મહિલા સેલ આર. એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી.ટી.અકબરીની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશન ઉત્તર વિભાગ શી ટીમના વિમલબેન, ખુશાલી બેન, ભૂમિબેન, નાઝિયાબેન તેમજ 181ના શિલ્પાબેન પરમાર સહિતના ભગવતીપરા મેઇન રોડ પર આવેલી વિહોત ગરબી મંડળની આશરે 50 જેટલી બાળા તેમજ ગરબી જોવા આવેલ 100 જેટલી મહિલા ઓને શી ટીમ વિશે 100 નંબર તથા 181 અભયમ લાઈન વિશે માહિતી આપેલ શી ટીમના કર્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

એરપોર્ટ પોલીસ સ્ટેશન શી ટીમના મોનીકાબેન, મીનલબેન, ઉર્મિલાબેન, સવિતાબેન, પુરીબેન નાઓએ બારવણ ગામની ગરબી મંડળની 45 જેટલી અભ્યાસ કરતી દિકરીઓને કાર્ડબોર્ડ,નોટબુક અને પેન્શીલ કીટ ભેટમાં આપી અને અને નવરાત્રી દરમ્યાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે માહિતી આપી હતી.તેમજ ભક્તિનગર શી ટીમ દ્વારા માં બુટ ભવાની ગરબી મંડળ ખાતે અવરનેસ કાર્યક્રમ યોજયો હતો. જેમાં પીએસ આઇ એ.જે. લાઠીયા, પી એસઆઈ ગોહિલ, પલ્લવીબેન તેમજ સુજાતાબેન દ્વારા નવરાત્રિ અનુસંધાન જરૂૂરી માર્ગદર્શન આપી લ્હાણી વિતરણ કર્યું હતું.

Tags :
Druggujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement