રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વૈશ્ર્વિક રામકથામાં 10 હજારથી વધુ મહેમાનોનું કરાશે અદકેરુ સ્વાગત

04:29 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ ધ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો રામકથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લહાવો લેશે.

ત્યારે આ રામકથા દરમ્યાન વિવિધ સામાજીક-સેવાકીય સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રબુધ્ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્સવમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂૂપી આહુતિ આપી રહયા છે. ઈશ્વરનાં અવતારની ભુમિ ગણાતા ભારત દેશમાં શ્રીરામનું નામ અનન્ય છે. આ ભુમિમાં એક પણ કોઈપણ એવું ગામ નહી હોય જયાં ભગવાનશ્રી રામનું મંદિર ન હોય, પૃથ્વી પરના કોઈપણ તેમની વીરતાની તુલનાએ આવે તેમ ન હતા છતાં પણ સંપુર્ણ નમ્ર અને વિવેકી વ્યક્તિત્વ એટલે મર્યાદા પુરૂૂષોતમ શ્રીરામ. ભગવાનશ્રી રામ એક આદર્શ પુરૂૂષ, પુત્ર,ભાઈ અને પતિ તેમજ એક આદર્શ અને કુશળ શાસક હતા. તેમના શાસન દરમિયાન પ્રવર્તતી સારી વ્યવસ્થાને કારણે આજે પણ રાજરાજયનું ઉદાહરણ ટાંકવામાં આવે છે.

રામનો મહિમા અનંત છે, તેમ રામકથાનો વિસ્તાર અનંત છે, ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ આયોજિત વડિલો અને વૃક્ષોના શુભાર્થે પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથા માટે રામકથા સ્વાગત સમિતિ મોંઘેરા મહેમાનોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા થનગની રહી છે. આશરે દશ હજારથી વધુ મહેમાનો દેશ-વિદેશથી રામકથા શ્રવણનો લાભ લેવા પધારવાના છે.આ તકે સ્વાગત સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ પાઘડારએ જણાવેલ કે અતિથિ દેવો ભવ: એટલે અતિથિ દેવ સમાન છે. આપણે ત્યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો આદર-સત્કાર કરી તેની આગતા-સ્વાગતા કરવી એ આપણી વર્ષો જુની પ્રણાલિકા રહી છે.

શ્રીમદ ભાગવદ ગીતા અનુસાર દરેક વ્યક્તિમાં પરમાત્માનો અંશ હોય છે. આપણા આંગણે આવેલ પ્રત્યેક વ્યક્તિને રૂૂડો આવકાર આપી તેમનો આદર-સત્કાર કરવો એ જ આપણી પ્રાચિન પરંપરા રહી છે. ત્યારે રાજકોટના આંગણે રામકથા શ્રવણનો લ્હાવો લેવા આવનાર મહેમાનો માટે કથામંડપ પાસે વિશેષ સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મહેમાનોનું આગમન થતાં તેમને ખેસ પહેરાવી આવકારવામાં આવશે, બાદમાં સદભાવના વૃધ્ધાશ્રમના નવા બિલ્ડિંગનું શિલારૂૂપે પૂજન કરાવી તેમને કથામંડપ સુધી લઈ જવામાં આવશે.

વધુમાં તેમણે જણાવેલ કે મહેમાનોના સ્વાગતનો આ સિલસિલો કથાના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી યથાવત રહેશે. મહેમાનોના ભવ્ય સ્વાગત માટે પ્રવિણભાઈ પાઘડારના માર્ગદર્શન તળે પ્રદિપભાઈ ડવ,પુષ્કરભાઈ પટેલ, કિશોરભાઈ રાઠોડ, ડી.વી. મહેતા, નરેન્દ્રસિંહ ઠાકુર, વિક્રમભાઈ પુજારા, રાજદિપસિંહ જાડેજા,મયુરભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, મનુભાઈ વઘાસિયા, પૂર્વેશભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ઠુંમર, નિતીનભાઈ ભુત, અશ્વિનભાઈ ભોરણીયા, જયદીપભાઈ જલુ, અલ્પનાબેન ત્રિવેદી, મનસુખભાઈ વેકરીયા, પંકજભાઈ કપુપરા, હેમુભાઈ પરમાર, શ્યામભાઈ ડાભી સહિતના જહેમત ઉઠાવી રહયા છે એમ અંતમાં પ્રેસ સૌજન્ય મુલાકાતે આવેલ રામકથા સ્વાગત સમિતિના સભ્યોએ જણાવેલ હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRama Katha
Advertisement
Next Article
Advertisement