For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાં પણ મોરબીવાળી, લોકો દ્વારા રસ્તાના પ્રશ્ર્ને ચક્કાજામ

11:31 AM Jul 18, 2025 IST | Bhumika
હળવદમાં પણ મોરબીવાળી  લોકો દ્વારા રસ્તાના પ્રશ્ર્ને ચક્કાજામ

હળવદ શહેર મધ્યમાં આવેલ હરીનગર સોસાયટી ના લોકો છેલ્લા ઘણા દિવસો થી દૂષિત પાણી ની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ ન કરતા આખરે ચક્કાજામ ના રસ્તે ઉતર્યા.

Advertisement

છેલ્લા ઘણા સમયથી મોરબીમાં ચક્કાજામ કરી લોકો પોતાના કામ કરાવી રહ્યા છે એ જ રીતે આજે હળવદમાં પણ સવારથી જ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, ટ્રાફિક જામ બાદ પોલીસ ઘટના પહોંચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું. લોકોએ એક જ માંગ કરી હતી અમારું કામ તાત્કાલિક ધોરણે શરૂૂ કરવામાં આવે હળવદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સ્થળ પર જઈ કામ ચાલુ કરવાનું શરૂૂ કરતા આખરે ટ્રાફિકજામ દૂર કર્યો હતો .ટ્રાફિક જામ વચ્ચે પણ લોકોએ માનવતા મહેકાવી 108 ને રસ્તો આપ્યો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement