મોરબીની શાક માર્કેટમાં રાજાશાહી સમયનો લાકડાંનો માચડો ધરાશાયી
11:53 AM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
ગુજરાત મિરર, મોરબી તા.10-મોરબીની શાક માર્કેટમાં રાજાશાહી સમયનો લાકડાનો માચડો અચાનક ધરાશાઈ થઈ ગયો હતો. લાકડા અને નળિયા સહિતનો કાટમાળ આજે ધરાશાઈ થઈ ગયો હતો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા.મળતી માહિત મુજબ મોરબીની રાજાશાહી વખતની શાક માર્કેટમાં આજે જીતુભાઈ ફ્રુટવાળાના થડા પાસેનો નળિયાવાળો જુનો માચડો બપોરના સમયે અચાનક નીચે પડ્યો હતો. લાકડા અને નળિયા સહિતનો કાટમાળ ધરાશાઈ થઈ ગયો હતો. જો કે સદનસીબે આ માચડાની નીચે બેસતા બે જેટલા શાકભાજીના થડાવાળા વેપારીઓ આજે આવ્યા ન હતા જેથી જાનહાનિ થઈ નથી. પરંતુ લાકડાનો માચડો નીચે પડતાં હાજર અન્ય વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement
Advertisement