રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના ખાખરાળા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા : મકાનમાંથી રૂા.6.14 લાખની મતા ચોરાઈ

12:02 PM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં થયેલી તસ્કરોનું પગેરું શોધવા કવાયત

Advertisement

મોરબીમાં પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ચોરી અને લૂંટના ગુનાઓ તો રાત દરમ્યાન ચાલુ છે પરંતુ હવે તો પોલીસનો જાણે સાવ ભય ન હોય તેમ દિન દહાડે લાખોની ચોરી થઈ રહી છે ત્યારે મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત રૂા.6,14,500 ના મતામાંલની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા રહીમભાઈ અલીભાઈ સુમરા (ઉ.વ.38) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 24-12-2023 ના સવારના સાત થી બપોરના સાડા ચાર વાગ્યા દરમ્યાન ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના ભાઇ મુસ્તાકભાઇ અલીભાઇ સુમરાના રહેણાક મકાનમા કુલ રોકડ રૂા.4,61,000/- તથા સોના ચાંદીનાના અલગ અલગ નાના મોટા દાગીના આશરે કિ.રૂા. 1,53,500/- મળી કુલ રૂા.6,14,500/- ની માલમતાની દિવસ દરમ્યાન રહેણાક મકાનમા પ્રવેશ કરી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર રહીમભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -380,454 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi newstheft
Advertisement
Next Article
Advertisement