રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાંથી નકલી IPS ઝડપાયો, બે લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા

12:11 PM Aug 16, 2024 IST | admin
Advertisement

ટુરિઝમ વિભાગની તોરલ હોટલમાં ભાગીદારી અપાવી દેવાના નામે પૈસા પડાવી લીધા, પોલીસે ધરપકડ કરી રિમાન્ડ ઉપર મેળવ્યો

Advertisement

ગુજરાતમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. સુરતમાં નકલી આઇપીએસ અધિકારીએ ગુજરાત ટુરીઝમની તોરલ હોટલમાં ભાગીદારી અપાવી દેવાના નામે બે લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેટી લીધાનો ઘટસ્ફોટ થયો છે.

મળતી માહિતી અનુસાર બિલ્ડર સમીર જમાદારને તેના ભાઈબંધ થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. તે દરમિયાન પ્રદીપ પટેલે આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપી હતી. થોડા દિવસ વીત્યા બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજના વલથાન ગામ પાસે આવેલ તોરણ હોટેલમાં 30% ભાગીદાર રહેવા કહ્યું હતું. સાથે સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેને લઇને સમીરએ ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા આપી દીધા હતા.
જોકે થોડા દિવસો વીત્યા બાદ સમીર જમાદારએ પ્રદીપને હોટેલના એગ્રીમેન્ટ બાબતે કહેતાં પ્રદીપ આજ કાલ કર્યા કરતો હતો. જેથી સમીરે પૈસા પરત માંગ્યા હતા. જેથી પ્રદીપે 12 લાખ રૂૂપિયા પરત કર્યા હતા, પરંતુ 11 લાખ પછી આપી દઈશ તેવું કીધું હતું. જોકે ઘણા દિવસો વીત્યા છતાં પ્રદીપે રૂૂપિયા નહિ આપતાં આખરે સમીરને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સમીર જમાદારે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી.

સમીર જમાદારે આપેલી ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ નકલી આઇપીએસની ઓળખ આપી છેતરપિંડી કરનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. આરોપીનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી આઇપીએસ અધિકારીની વર્ધી પહેરેલા ફોટાઓ મળી આવ્યા હતા.

ઝડપાયેલા નકલી ઓફિસર પ્રદીપ પટેલ વિરુદ્ધ ગણતરીની કલાકોમાં જ કામરેજ પોલીસ મથકે બીજો ગુનો નોંધાયો છે. જેમાં કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિક ગજેરા કે જેઓ એક રેસ્ટોરન્ટના માલિક છે. તેમની સાથે પણ આજ મોડેન્સ ઓપરેન્ડી સાથે ઠગાઈ થઈ હતી. કૌશિકને પ્રદીપએ સાપુતારા ખાતે આવેલ તોરણ હોટેલમાં હિસ્સો આપવાનું કહી 20 લાખ રૂૂપિયા પડાવી લીધા હતા. જે ફરિયાદ આધારે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત ગ્રામ્ય ઉઢજઙ આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે, કામરેજ પોલીસ મથક ખાતે સમીર જમાદાર નામના વ્યક્તિએ જે ફરિયાદ આપી હતી. એ ફરિયાદને ગંભીરતાથી લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનાના આરોપી પ્રદીપ પટેલે નકલી ઈંઙજ અધિકારીની ઓળખ આપી હતી અને તોરણ હોટેલમાં હિસ્સો આપવાનું કહી ઠગાઈ કરી હતી. જેને લઇને પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર છે. અત્યાર સુધીમાં પ્રદીપે કોની કોની સાથે ઠગાઈ કરી એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. જે પણ લોકો આ આરોપીનો ભોગ બન્યા છે. તે તુરંત પોલીસનો સંપર્ક કરે તેવી પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

Tags :
crimefake IPSgujaratgujarat newssuratnews
Advertisement
Next Article
Advertisement