મોરબી : કારખાનામાં પત્ની સાથે બોલાચાલી થતાં પતિનો આપઘાત
12:00 PM Jan 13, 2025 IST | Bhumika
ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવ ટૂંકાવી લીધો
Advertisement
મોરબી નજીક આવેલ કારખાનામાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનને પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતા લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ખોખરા હનુમાન રોડ પર આવેલ ઉમા કટિંગ ઝોન કારખાનામાં રહીને મજુરી કરતા અનિલભાઈ ગોપાલભાઈ (ઉ.વ.30) નામના યુવાને પોતાની ઓરડીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અનિલભાઈને પત્ની સાથે નાની નાની વાતમાં બોલાચાલી ઝઘડો થતો હતો જેથી મનોમન લાગી આવતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
Advertisement
Advertisement