મોરબી 3 સંતાનના પિતાએ પ્રેમિકા સાથે દવા પીધી, મહિલાનું સારવારમાં મોત
મોરબીના રાજપર ગામમાં ભાગીને આવેલા મૂળ દાહોદ જિલ્લાના વતની પ્રેમી પંખીડા પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા પ્રેમિકાનું મોત થયું હતું જોકે પ્રેમીને ઝેરની ઓછી અસર થઈ હોવાથી સારવાર આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના વતની હિંમતભાઈ રામસીંગ પરમાર નામના ત્રણ સંતાનના પિતાને તેના જ ગામની પરિણીતા ઉષાબેન ભવર સિંહ પરમાર સાથે પ્રેમ થઈ ગયો હતો જે બાદ તેઓ ભાગીને મોરબી જિલ્લામાં આવી ગયા હતા અને રાજપર ગામમાં આવી ગયા હતા જોકે અચાનક બન્ને ને પરિવાર એક નહિ થવા દે અને તેમને અલગ. કરી દેશે તેવા ડર થી ઝેરી દવા ગટગટાવી લીધી હતી જે બાદ ગંભીર હાલતમાં બન્ને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર દરમિયાન ઉષાબેનનું મોત થયું હતું જ્યારે પ્રેમી હિંમતસિંહને સારવાર આપવામાં આવતા તે મોતના મુખમાં જતાં બચી ગયો હતો.