ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી જિલ્લો ધો.10મા રાજ્યમાં બીજા ક્રમે રહ્યો

11:49 AM May 09, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ 10ના પરિણામમાં પણ મોરબી જિલ્લાએ રંગ રાખ્યો છે. મોરબી જિલ્લો ધોરણ 10ના પરિણામમાં 88.78 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. ધોરણ 10ની પરીક્ષામાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો 72.55 ટકા સાથે ખેડા છે.

મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાએ 88.78 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. મોરબી જિલ્લામાંથી 12128 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 816 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ, 2050 વિદ્યાર્થીઓએ અ2 ગ્રેડ, 2349 વિદ્યાર્થીઓએ ઇ1 ગ્રેડ, 2449 વિદ્યાર્થીઓએ ઇ2 ગ્રેડ, 2072 વિદ્યાર્થીઓએ ઈ1 ગ્રેડ અને 940 વિદ્યાર્થીઓએ ઈ2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

Tags :
10 Board ExamBoard Examgujaratgujarat mewsmorbimorbi news
Advertisement
Advertisement