મોરબી જિલ્લા ભાજપ પ્રમુખપદના 6 દાવેદારોના ફોર્મ રદ, 12 નામ પ્રદેશ હવાલે
મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ હતા ત્યાર બાદ જે નવી ગાઈડ લાઇન આપવામાં આવી છે તેને ધ્યાને રાખીને આવેલા 18 પૈકીનાં 6 ફોર્મને રદ્દ કરવામાં આવેલ છે અને અને ચૂંટણી અધિકારી દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદારોના નામનું લિસ્ટ ગાંધીનગર કમલમ ખાતે પહોચડી દીધેલ છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલ અને તેની સાથે ચંદુભાઈ હુંબલ અને રજનિભાઈને જવાબદારી સોપવામાં આવેલ છે તેઓએ ગત શનિવારે મોરબી જીલ્લામાં પ્રમુખ પદ માટેના દાવેદારોના ફોર્મ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વીકાર્યા હતા જેમાં જિલ્લાના હાલના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા ભાજપના વર્તમાન મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, કે. એસ. અમૃતિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરબીના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ રસિકભાઈ વોરા, ભાણજીભાઈ વરસડા, વાસુદેવભાઈ સિણોજીયા, જીતુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઝાલા, ભગવાનજીભાઈ મેર અને ગોરધનભાઈ સરવૈયાએ દાવેદારી કરીને ફોર્મ ભર્યા હતા.
જો કે ,પ્રદેશ ભાજપને જે ગાઈડ લાઇન આપેલ છે તેને ધ્યાને રાખીને આવેલા 18 ફોર્મમાંથી 6 ફોર્મને રદ્દ કરવામાં આવેલ છે. અને બાકીના નામોની યાદીને ગાંધીનગર કમલમ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા પહોચાડી દેવામાં આવેલ છે. જો કે, મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખ કોણ બનશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ મોરબી જિલ્લાના પ્રમુખનું નામ આજુબાજુના ચારેય જીલ્લામાં પ્રમુખની વરણી કરવામાં આવે તેના આધારે નક્કી થશે તેવું ચર્ચાઇ રહ્યું છે. અને પ્રદેશ ભાજપના વર્તુળો પાસેથી મળતી માહિતિ મુજબ ગુજરાતનાં કેટલાક જીલ્લામાં વર્તમાન પ્રમુખને રિપીટ કરવામાં આવે તેવી પૂરે પૂરી શક્યતા છે ત્યારે મોરબી જિલ્લાનો તેમાં સમાવેશ થશે કે કેમ તેનો પણ જીલ્લામાં ભાજપના આગેવનોમાં ગણગણાટ શરૂૂ થઈ ગયેલ છે.