મોરબી કોર્પોરેશન દ્વારા 20 દી’માં 254 રખડતા ઢોર પકડાયા
બે પશુમાલિક પાસેથી 12000નો વહીવટી ચાર્જ વસુલાયો
મોરબી મહાપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. છેલ્લા 10 દિવસમાં મહાપાલિકાની ટિમો દ્વારા 254 જેટલા ઢોર પકડીને ગૌશાળાઓમાં મુકવામાં આવ્યા છે.મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાં તા. 03/03/2025 થી રર/03/ર0રપ દરમિયાન શહેરી વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ તથા રાત્રી સમય દરમિયાન નવાડેલા રોડ, તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક, સુભાષ રોડ, રેલ્વે સ્ટેશન રોડ, રવાપર રોડ, આસ્વાદપાન, માધાપર, શનાળા રોડ અયોધ્યાપૂરી મેઈન રોડ, અવનિ ચોકડી, બાપા સીતારામ ચોક, ગેંડા સર્કલ થી સર્કિટ હાઉસ રોડ, જેલ ચોક જેવા વિવિધ વિસ્તારમાંથી કુલ રપ4 પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા છે.પકડાયેલ પશુ પૈકી 2 પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂૂ. 12,000/-વસુલ કરી પશુ છોડવામાં આવેલ છે.આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુ માલિકોને પોતાના માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ન મુકવા અપીલ કરવામાં આવે છે.