For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય

12:14 PM Dec 23, 2024 IST | Bhumika
મોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય

Advertisement

સિલિકોસિસ આ એવો રોગ છે જેનો ઈલાજ માત્ર મોત જ છે. આ રોગ થવાનું કારણ મોરબી સીરામીક ઉદ્યોગ અને બેલાની ખાણોમા ઉડતી ડસ્ટ જવાબદાર છે. આ રોગ મોરબીમાં થવાનું સહુથી મોટુ કારણ સીરામીક ઉધોગ છે. ત્યારે સીરામીક ઉદ્યોગે આ રોગ માટે જાગૃતિ આવે તેવા કામ કરવા જોઈએ અને આ રોગથી પીડાતા હોય તેની સારવાર માટે એક અલગ ભંડોળ ઉભું કરવું જોઈએ હા, સરકાર આ રોગ માટે માત્ર કાગળ ઉપર બધી સેવા આપે છે તે અલગ વાત છે.

સીરામીક ઉદ્યોગ પોતાના દરેક પ્રશ્નો માટે હોં હાં કરી નાંખે છે તો પછી આ ગંભીર રોગ સામે કેમ કાઈ પગલાં નથી ભરતું શું આ રોગનો ભોગ મજુર વર્ગ થાય છે માટે....?મોરબી સરકારી હોસ્પિટલમાં આ રોગ સામે સારવાર આપી શકાય તેવી કોઈ સુવિધા જ નથી સીરામીક ઉધોગ એસોસિયેશન કોઈ પણ તકેદારી કોઈ પગલા લેતું નથી: આ માટે સરકારને ક્યારેય રજુઆત કરી છે કે કેમ ? મજુરની જિંદગી આ લોકો માટે કોઈ મહત્વની નથી.! હાલમાંજ સરકારી તંત્રની લાપરવાહીના કારણે મોરબીમાં એક મજુરનું મોત થયું હતું. જે સીરામીક સાથે સંકળાયેલાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement