રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે મોરારિબાપુની કથા

04:55 PM Sep 09, 2024 IST | Bhumika
oplus_0
Advertisement
Advertisement

તા.23 નવેમ્બરથી 1 ડિસે. સુધી રાજકોટમાં સર્જાશે મિનિ અયોધ્યા, વિદેશથી પણ 10 હજાર શ્રોતાઓ આવશે

બાબા રામદેવ, ડો. મોહન ભાગવત, આલોક કુમારજી, ડો. ચિન્મય પંડ્યા, જ્ઞાનનંદજી મહારાજ સહિતના મહાનુભાવો પણ રહેશે હાજર

રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બધા લોકો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે.

મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે.અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.
કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી,નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે. રાજકોટમાં મીની અયોધ્યા સર્જાશે.

રાજકોટમાં છેલ્લા 8 વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિ:સંતાન, નિરાધાર, બીમાર 600 વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં 200 વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરૂૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. 30 એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂૂમ હશે. જેમાં દેશભરના 5000 પથારીવશ,નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ- વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર,400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ.

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બિમાર, અંધ, અપંગ,અને લાચાર 150 શ્વાનોને જીવનપર્યંત આશ્રય-સેવા-સારવાર-સુશ્રુષા કરવામાં આવે છે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગૌવંશ બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે.જેમાં ગામ, શહેર, હાઈવે રોડ પર બળદ છુટા, રખડતા, લાચાર, બીમાર કે વયોવૃધ્ધ અવસ્થાનાં 1600 અનાથ બળદોને સાચવવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શરૂૂ કરવામાં આવ્યો છે જેમાં ’નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે લોકોને દવાઓ પર 15% થી 60% સુધી ડિસ્કાઉન્ટ મળે છે.

આ ઉપરાંતમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પશુ, પક્ષીઓ માટેની નિ:શુલ્ક હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે કે જેનો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જીવદયા પ્રેમીઓ લાભ લે છે. આ નિ:શુલ્ક પશુ, પક્ષી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ,શેલટર સાહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

તા.23, નવેમ્બર 2024થી તા.01, ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાનાર રામકથાને તેમજ સદભાવના વૃધ્ધાશ્રમ સંસ્થા પરિવારને હિંદુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય સંયોજક પ. પૂ પરમાત્માનંદ સરસ્વતીજીનાં સતત આશીર્વાદ, માર્ગદર્શન મળી રહ્યા છે. ઉલેખનીય છે કે,પ.પૂ પરમાત્માનંદ સરસ્વતીજી સદભાવના વૃધ્ધાશ્રમના માર્ગદર્શક, સંરક્ષક તરીકે સેવા આપી રહયા છે.પતંજલિ વિદ્યાપીઠનાં યોગગુરુ પૂ.બાબા રામદેવ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડો.મોહન ભાગવતજી, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી,ગાયત્રી પરિવારનાં ડો. ચિન્મય પંડ્યાજી,ગીતામનીષી પુ.જ્ઞાનાનંદજી મહારાજ સહિતનાં સંતો,મહંતો,જાહેર જીવનનાં અગ્રણીઓ,વૈશ્વિક શ્રેષ્ઠીઓ,દાતાઓ ઉપસ્થિત રહેવાના છે.ઘણાનાં ક્ધફર્મેશન પણ આવવામાં છે.રાજકોટ ખાતે ભજન,ભોજન અને સેવાની ત્રિવેણી સમુ ધામ નિર્માણ થવાનું છે.23 નવેમ્બરે તારીખે પોથીયાત્રા નીકળશે. સમગ્ર રામકથામાં રાજકોટ ધૂમાડાબંધ પ્રસાદ લે તેવી પણ આયોજકોની વિનમ્ર ભાવના છે.સમગ્ર કથાનું જીવંત પ્રસારણ દેશ વિદેશની અનેક ચેનલોમાં , સોશ્યલ મીડિયામાં થશે જેથી દેશ વિદેશનાં કરોડો લોકો આ કથા શ્રવણનું લાભ લઇ શકશે.

સત્ય,પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર પૂ.મોરારી બાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠીકા લઈ રાજકોટમાં પધારી રહ્યા છે. "રામહી કેવલ પ્રેમ પિયારા" નાતે રામકથાના આયોજિત પ્રેમયજ્ઞમાં પૂ.મોરારી બાપુના શ્રીમુખે રામકથાના શ્રવણનો લાભ બહોળી સંખ્યામાં લેવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે.

રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. બાપુએ મહાત્મા ગાંધી વિશે ત્રણ કથાઓ કરી:અમદાવાદના સાબરમતી આશ્રમમાં, દાંડીમાં અને દિલ્હી રાજઘાટ પર. જેરુસલેમમાં ઇસુ ખ્રિસ્ત વિશે અને એથેન્સમાં સોક્રેટિસ-પ્લેટો-ઍરિસ્ટોટલ વિશે કથા કરી.

આદિ શંકરાચાર્ય વિશે એમના જન્મસ્થાન કાલડી જઈને કથા કરી. મહાકવિ નિરાલા વિશે,મહર્ષિ અરવિંદ વિશે અને ટાગોર વિશે બીધાપુર,પોંડિચેરી અને શાંતિ નિકેતનમાં કથા કરી.સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બારડોલીમાં, મીરાં વિશે મેડતા (રાજસ્થાન) માં,બુદ્ધ વિશે સારનાથ અને પછી બુદ્ધગયામાં તથા શ્રીમદ્ વલ્લભાચાર્ય વિશે ચંપારણ્યમાં રામકથા કરી. ક્ધફયુસીયસ વિશે ચીનમાં જઈને કથા કરવાની બાપુની ઈચ્છા છે.
બાપુએ શ્રીમદ્ ભાગવત પુરાણમાં આવતા ગોપીગીતના 19 શ્ર્લોક વિશે 19 કથાઓ કરી છે. કિન્નરોને સામાજિક સ્વીકૃતિ અપાવવાની પહેલ બાપુએ કરી છે. લીમખેડામાં એમણે આદિ વાસીઓને-વનવાસીઓને કેન્દ્રમાં રાખીને રામકથા કહી હતી, વ્યારા અને સુબીર (ડાંગ)માં પણ એમણે આ જ સમાજને કેન્દ્રમાં રાખીને ’રામચરિત માનસ’ની વાત કરી હતી.મુંબઈ (ક્રૉંસ મેદાન) અને કોલકાતામાં ગિરિ-વનવાસી સમાજ એમની કથાના કેન્દ્રબિંદુમાં હતો. વણકર સમાજને એમણે સરલી (કચ્છ)ની કથાના કેન્દ્રમાં રાખ્યો. વણકર સમાજ માટે નાંદરખી (માંગરોળ)માં પણ કથા કરી.

મોરારિબાપુ રામકથા, રાજકોટ બનશે રામકોટ

આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુકત કરતા રામકથા શ્રવણ અને મહાપ્રસાદને ગ્રહણ કરવાનું જાહેર આમંત્રણ, જેના અન્ન ભેગા તેના મન ભેગા.

કથામાં આવતા તમામ શ્રાવકો માટે ગાંઠીયા, ગુંદી, ખીચડી, શાક, સંભારો, રોટલી, કઢી જેવું એકસરખુ ભોજનમહાપ્રસાદ પીરસવાનો વિચાર.

રાજકોટના હાર્દસમા રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સદભાવના વૃધ્ધાશ્રમના યજમાનપદે રામકથાનું ભવ્યદિવ્ય આયોજન થઈ રહયું છે. સર્વે ધર્મ, સર્વે જ્ઞાતીના સમાજોને ’એક થવાનો અવસર’.

રામકથામાં આવવાજવા માટે શહેરના અલગઅલગ વિસ્તારોમાંથી સીટી બસ સેવા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરાશે.

વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતનાં 10,000 રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવાનો પ્રયાસ થશે.

4000થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.

થેલેસેમીયા મુકત સમાજ’ બની શકે તે માટે કથામાં ઐતિહાસીક વ્યવસ્થા, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ દરરોજ યોજાશે.

સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.

એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગસ્તરના આબાલ વૃધ્ધ, ગરીબતવંગર સૌ કથા શ્રાવકો માટે ’હરહીર’ નું આયોજન

તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી 25કિલોમીટર લાંબીએવી’ભવ્ય આમંત્રણ રેલી’નું આયોજન કરાશે.

રામકથાનું કાર્યાલય ટૂંક સમયમાં શરૂૂ કરાશે જેમાં દરરોજ રાત્રે મીંટીગોનો ધમધમાટ, કાર્યોની વહેંચણી, માઈક્રો પ્લાનીંગ, પ્રચારપ્રસાર, સહિતનાં વિભાગો કાર્યરત બનશે.

રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવી હજારો લોકો વ્યસન મુક્ત કરાશે.

ચક્ષુદાન, દેહદાન, અંગદાન,શાકાહાર,ગૌસેવા-જીવદયાનાં સંકલ્પ પત્રો લોકો ભરશે.

સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.23નવેમ્બર2024થીતા. 01ડીસેમ્બર-2024સુધીરેસકોર્સગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsMoraribapurajkotrajkot news
Advertisement
Next Article
Advertisement