રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાત આસપાસ મોન્સૂન ટ્રફ સક્રિય, બે દી’ વરસાદની આગાહી

12:42 PM Jul 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે,રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.નવસારી, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી.નર્મદા, ડાંગ, ભરૂૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ હવામાન વિભાગે ભરૂૂચ, ખેડા, અમદાવાદ,નવસારી, સુરતમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

મોન્સૂન ટ્રફ(વરસાદની સિસ્ટમ)ને કારણે વરસાદની વધઘટ થતી હોય છે. હાલમાં ગુજરાતની આસપાસ મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ હજુ 24 કલાક ગુજરાત આસપાસ સક્રિય રહેશે, પરંતુ, 11 જુલાઇથી આ સિસ્ટમ ફરી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે, જેથી 15 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. મોરબી, મહીસાગર, ખેડા,જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભગ દ્વારા આજે કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement