રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોમાસું અડધે પહોંચ્યું, રાજ્યમાં સરેરાશ 53.24 ટકા વરસાદ

12:06 PM Jul 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છેલ્લા 24 ક્લાકમાં 236 તાલુકામાં 14 ઇંચ સુધી વરસાદ, વડોદરા-ભરૂચ, બોરસદ, આણંદ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

સૌરાષ્ટ્રમાં 73.46 અને કચ્છમાં 75.60 ટકા વરસાદ પડી ગયો, ઉત્તર ગુજરાતમાં માત્ર 29.34 ટકા, 18 તાલુકામાં 100 ટકાથી વધુ પાણી પડ્યું

ગુજરાતમાં સતત પાંચમાં દિવસે 236 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડી 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, સહિતના જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. તો 500થી વધુને બચાવવામાં આવ્યા છે. જ્યારે 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 666 જેટલા રસ્તાઓ બંધ હોવાની વાહન વ્યવહાર તેમજ ટ્રેન વ્યવહારને પણ અસર થયેલ છે.
દરમિયાન આજે પણ ભારે વરસાદની આગાહીના પગલે ભરુચ, વડોદરામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 236 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ બોરસદમાં 14.25 ઇંચ, વડોદરામાં 8.5 ઇંચ, તિલકવાડામાં 8.5, ભરૂચમાં 7.25, ખેરગ્રામ-નસવાડી-સુબિર-નાંદોડ-સિહોર-અંકલેશ્ર્વર-જગડીયા-હાંસોટ-મહુવા-શંખેડા અને હાલોલમાં 5થી માંડી 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સરેરાશ વરસાદ 53.25 ટકા નોંધાયો છે.

રાજ્યના કુલ 28 તાલુકામાં 4 ઇંચથી વધુ, 47 તાલુકામાં બે ઇંચથી 4 ઇંચ અને 48 તાલુકામાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ સાથે આજે સવારે સુધીમાં રાજ્યમાં સરેરાશ 53.25 ટકા વરસાદ પડી ગયો છે. સૌથી વધુ કચ્છમાં 75.60 ટકા, સૌરાષ્ટ્રમાં 73.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 29.34 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 32.37 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 63.07 ટકા વરસાદ નોંધાયો છે. મતલબ કે, ચોમાસુ અડધે પહોંચી ગયુ છે.

જો કે, 18 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. તેમાં સૌથી વધુ પોરબંદર અને જુનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે અનેક એવા તાલુકા છે કે, જ્યાં પૂરો 25 ટકા પણ વરસાદ નોંધાયો નથી.

ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ સિવાય વડોદરાના પાદરા તાલુકામાં સવા 8 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂૂચમાં 7.5 ઈંચ વરસાદ થયો છે તો ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ થયો છે. તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ થયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.

ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદ
ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં છુટછવાયો વરસાદ વરસશે. આજે હવામાન વિભાગે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement